ઓ બાપા આવો અકસ્માત તો ક્યારેય નહીં જોયો હોય..! મોર્નિંગ વોક પર નીકળેલી 3 મહિલાને ઝડપી કારે કચડી નાખી, 2 મહિલાના મોત… જુઓ ભયંકર અકસ્માતના CCTV ફૂટેજ…

ઓ બાપા આવો અકસ્માત તો ક્યારેય નહીં જોયો હોય..! મોર્નિંગ વોક પર નીકળેલી 3 મહિલાને ઝડપી કારે કચડી નાખી, 2 મહિલાના મોત… જુઓ ભયંકર અકસ્માતના CCTV ફૂટેજ…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ અકસ્માતની ઘટનામાં આજરોજ સવારે એક ઝડપી કારે મોર્નિંગ વોક પર નીકળેલી ત્રણ મહિલાઓને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં બે મહિલાઓના ઘટના સ્થળે મોત થઈ ગયા હતા.

જ્યારે ત્રીજી મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તેમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે પાછળથી આવી રહેલી ઝડપી કારે મહિલાઓને ફૂટબોલની જેમ હવામાં ફંગોળી દે છે.

આ ગંભીર અકસ્માતની ઘટના તેલંગાણાની રાજધાની હૈદરાબાદ માંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને હૈદરાબાદ પોલીસે જણાવ્યું કે, અકસ્માતની ઘટના હૈદરાબાદ શહેરના મેન રોડ ઉપર સવારે 6.10 વાગ્યાની આસપાસ બની હતી. ત્રણેય મહિલાઓ વચ્ચે શું સંબંધ હતો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

હજુ સુધી આ ઘટનાને લઈને કોઈની સામે કેસ પણ નોંધવામાં આવ્યો નથી. આ ઘટનાને લઈને વધુમાં તપાસ ચાલી રહી છે. જાણવા મળી રહ્યું છે કે કાર ઓવર સ્પીડમાં હોવાના કારણે અચાનક જ કાર ચાલે તે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે આ ભયંકર અકસ્માતની ઘટના બની હતી.

અકસ્માતની ઘટના બની ત્યારે કારમાં કેટલા લોકો હાજર હતા તેની પર કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં આ ભયંકર અકસ્માતની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને ભલભલા લોકોના રુવાડા બેઠા થઈ ગયા છે. વાયરલ થયેલો આ વિડીયો ટ્વીટર પર Press Trust of India પોતાને એકાઉન્ટ પર શેર કર્યો છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *