નીતા અંબાણીએ શ્રીનાથજીના પેઇન્ટિંગને સ્પર્શ કરતા પહેલા સેન્ડલ ઉતાર્યાં.. વિડિઓ જોઈ લોકો ભાવુક થયા, ઉચ્ચ સંસ્કારોની કરી રહ્યા છે ખૂબ પ્રશંસા!

દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે આયોજીત ડિનર માટે અમેરિકામાં વ્હાઈટ હાઉસમાં વિશેષ મહેમાનો પૈકીના એક હતા. સોશિયલ મીડિયા પર જો બાઈડન તથા Googleના CEO સુંદર પિચાઈ સાથેની તેમની મુલાકાતને લગતા વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
અલબત અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીનો અન્ય એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ વીડિયો જોઈને ભાવુક બની રહ્યા છે તથા તેમની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.
આ વીડિયોમાં નીતા અંબાણી એક કલાકાર સમક્ષ છે અને કલાકાર ભગવાન શ્રીનાથજીનું એક સુંદર પેઇન્ટીંગ દેખાડે છે, અલબત આ સમયે નીતા અંબાણી આ પેઇન્ટીંગને સ્પર્શ કરતાં પહેલા તેમના સેન્ડલને ઉતારે છે અને બિલકુલ ધાર્મિક-આધ્યાત્મિકતા સાથે આ પેઇન્ટીંગને સ્પર્શ કરે છે.
નીતા અંબાણી સેન્ડલ ઉતારે છે અને ત્યારબાદ ભગવાન શ્રીનાથજીના સુંદર પેઇન્ટીંગને સ્પર્શ કરે છે. આ ઉપરાંત આટલી ઉત્તમ કૃતિનું સર્જન કરવા બદલ તેઓ કલાકારની પણ ખૂબ જ પ્રશંસા કરે છે. નીતા અંદાણીની ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને કલાકારો પ્રત્યેની વિનમ્રતા જોઈ સોશિયલ મીડિયા પર લોકો ખૂબ જ ભાવુક થઈ ગયા હોય તેમ જોવા મળે છે. તેમના ઉચ્ચ સંસ્કારની પણ ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. યુઝર્સ કહે છે કે નીતા અંબાણીની સફળતા પાછળ આ જ તો રહસ્ય છે. તો અન્ય અન્ય એક યુઝર કે છે સાચી ભક્તિની તો આ એક ઉત્તમ ઓળખ છે.
Admin