નિર્મલા સીતારમણની દીકરીએ ફર્યા સાત ફેરા…સાવ સિમ્પલ સમારોહમાં થયા લગ્ન…સંતોએ આપ્યા આશીર્વાદ..જુઓ

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણની દીકરી પરકલા વાંગમયીએ ખૂબ જ સાદગીભર્યા સમારોહમાં લગ્ન કરી લીધા છે. 7 જૂનના રોજ બેંગલુરુના એક હોટેલમાં નજીકના પરિવાર અને મિત્રોની હાજરીમાં પરકાલા વાંમયી અને પતિ પ્રતિક દોશી સાત ફેરા લઈને લગ્નજીવનના બંધનમાં બંધાયા હતા. મહત્વની વાત એ છે કે આ લગ્નમાં ન તો કોઈ વીઆઈપીઓ સામેલ હતા ન કોઈ રાજકીય હસ્તીઓ. આ લગ્નના સમાચાર સોશિયલ મીડિયામાં આવતા જ લોકો પરકલાની સાદગીના ખૂબ જ વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમણે ડેસ્ટિનેશન વેડિંગુના ચલણને તોડ્યું છે.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરાયેલા વિડિયોમાં સમારોહ જોઈ શકાય છે. જેમાં સીતારમણ પોતાની દીકરીની પાછળ ઊભા હતા જ્યારે હિન્દુ પૂજારીઓ અદમારુ મઠના વૈદિક ક્રમ અનુસાર ધાર્મિક વિધિઓ કરી રહ્યા હતા.
પરકલા વાંગમયી પહેલા ધ હિંદુ અખબરા સમહુ સાથે જોડાયેલા હતા અને હાલ મિંટ લોન્જમાં કાર્યરત છે. તેમણે ગુજરાતી પ્રતિક દોશી સાથે લગ્ન કર્યા છે. કેટલાક અહેવાલો મુજબ પ્રતિક દોશી હાલમાં PMOમાં સેવા આપી રહ્યા છે અને પીએમ મોદીની નજીકની ટીમમાંથી એક હોવાનું મનાય છે.
પીએમઓની વેબસાઈટ મુજબ પ્રતિક દોશી પીએમઓના રિસર્ચ એન્ડ સ્ટ્રેટેજી વિંગમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે ફરજ બજાવે છે. જેઓ ભારતીય સરકાર (એલોકેશન ઓફ બિઝનેસ) નિયમ, 1961ના કાયદા અંતર્ગત વડાપ્રધાનને રીસર્ચ અને સ્ટ્રેટેજી મામલે સેક્રેટરીયલ માર્ગદર્શન પૂરું પાડે છે.
મળતી માહિતી મુજબ દોશીએ સિંગાપોર મેનેજમેન્ટ સ્કૂલથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. તેમણે પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સીએમ ઓફિસમાં પણ ફરજ બજાવી છે. જે બાદ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી જૂન 2019માં પ્રતિક દોશીને જોઇન્ટ સેક્રેટરીના રેન્ક પર પ્રમોશન આપીને પીએમઓમાં સામેલ કરાયા હતા.