નરાધમ યુવકે લીવ-ઈનમાં રેહતી પ્રેમિકાને પતાવી દીધા બાદ લાશને 35 કિલોમીટર રખડતો રહ્યો અને કરી નાખી એવી હાલત કે ફોટો જોઈને પોલીસના પણ મોતિયા મરી ગયા..!

છેલ્લા કેટલાક સમયથી લિવ ઇન રિલેશનશિપની અંદર રહેતા યુવક યુવતીઓ છેલ્લે એવા વળાંક ઉપર આવીને ઊભા રહી જતા હોય છે કે ત્યારબાદ સમાજના દરેક લોકો ઘટના જાણીને ચોંકી ઊઠે છે, પાછળના બે મહિનાની અંદર અંદર અત્યારે ત્રીજો એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં રિલેશનશિપ ની અંદર રહેતી એક યુવતીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે..
આ ઘટના દિલ્હીની છે. અહીં નિક્કી યાદવ નામની યુવતી તેના પ્રેમી સાહિલની સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. પરંતુ એવી ઘટના બની ચૂકી છે કે, નિકીને તેના પ્રેમીએ મોતને ઘાટ ઉતારી દીધી છે. અને તેને એવું હચમચાવી દેતું મોત આપ્યું છે કે, જેના વિશે જાણકારી સાથે જ ભલભલા લોકોના રુવાડા બેઠા થઈ જાય..
નિક્કી અને સાહિલ બંને એકબીજાને પ્રેમ કરતા હોવાથી તેઓ લિવ ઇન રિલેશનશિપની અંદર રહેતા હતા. એક દિવસ અચાનક જ સાહિલના પરિવારજનોએ તેના લગ્ન કોઈ બીજી જગ્યાએ નક્કી કરી નાખ્યા હતા. એટલા માટે નિકી તેના પ્રેમી સાહિલને આ બાબતને લઈને જણાવતી હતી કે, તેઓ એકબીજાને પ્રેમ કરતા હોય તો સાહિલ શા માટે અન્ય કોઈ યુવતીની સાથે લગ્ન કરી શકે છે..
આ બાબતની લઈને બંને વચ્ચે ખૂબ જ મોટો ઝગડો પણ થઈ ગયો હતો. આ ઘટના બની ત્યાર પછી એક દિવસ સાંજના સમયે સાહિલે તેની પ્રેમિકા નિકીને બોલાવી અને કહ્યું કે, આપણે કાર લઈને ફરવા માટે જવાનું છે. એમ કહીને તેણે નીકીને પોતાની કારમાં બેસાડી દીધી હતી અને ત્યારબાદ મોબાઈલના ચાર્જર કેબલથી નીકીનું ગળું દાબી દઈને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી..
તેને મોત આપ્યા બાદ તે 35 km સુધીની લાશને લઈને રખડતો રહ્યો, ત્યારબાદ તેણે હાઇવે ઉપરના એક ઢાબામાં ફ્રિજની અંદર નીકીની લાશને પૂરી દીધી હતી અને ત્યારબાદ ત્યાંથી રફુ ચક્કર થઈ ગયો હતો. જ્યારે તે લાશને ફ્રિજની અંદર મૂકતો હતો. ત્યારે અન્ય કોઈ વ્યક્તિએ ત્યાંથી તેને જોઈ લીધો અને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી પહોંચાડી દેતા હતા તમામ ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો..
પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ત્યાં તેઓએ નિકીની લાશને ફ્રીઝમાંથી બહાર કાઢીને જોયું તો તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું, તેને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી હતી અને સીસીટીવી કેમેરાની મદદથી આ યુવતીની લાશને ફ્રિજની અંદર મુકનાર વ્યક્તિ કોણ છે..
તેની પૂછપરછ પણ મેળવવામાં આવી જેમાં ખબર પડી કે, લિવ ઇન રિલેશનશિપમાં રહેતો પ્રેમી સાહિલ નામનો યુવક આ યુવતીને મોતને ઘાટ ઉતારીને અહીં ફેંકીને ચાલ્યો ગયો છે. તાત્કાલિક ધોરણે તેને પકડી પાડવામાં આવ્યો અને કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેના પાંચ દિવસના રિમાન્ડ પણ મંજુર કરી દીધા હતા..
જ્યારે આ હચમચાવી દેતી ઘટના સામે આવી ત્યારે સૌ કોઈ લોકોમાં ભારે ફાફડાટનો માહોલ સર્જાઈ ગયો છે. કારણ કે પાછળના સમયની અંદર આવી ઘણી બધી ઘટનાઓ સામે આવી ચૂકી હતી અને આ ઘટનાનો સિલસિલો હજુ પણ યથાવત રહેતા ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે…
અરે જ્યારે પ્રેમ પ્રકરણની અંદર આવી બધી ઘટનાઓ સામે આવે છે, ત્યારે સમાજના લોકો પણ એકાએ ફાફડી ઊઠે છે. એને વિચારવા મજબૂર બને છે કે, આજકાલના યુવક યુવતીઓ આ કયા રવાડે ચડી ગયા છે કે, જેના કારણે તેઓને મોતનો પણ સામનો કરવો પડી શકે છે. ખરેખર આ બાબત બિલકુલ કાળજા ધ્રુજાવી નાખે તેવી છે..