“મારી બયરીએ મને હેરાન કરી નાખ્યો છે” કહીને રડતા-રડતા વિડીયો બનાવ્યા બાદ યુવકે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું, શબ્દો સાંભળી તમારા રુંવાટા બેઠા થઈ જશે..!

ઘણા બધા વ્યક્તિઓને જીવનમાં કોઈને કોઈ બાબતોનું દુઃખ રહેલું હોય છે. કોઈ વ્યક્તિ તેના પરિવારજનોથી કંટાળી ગયો હોય તો કોઈ વ્યક્તિ આર્થિક સંકડામણમાં મુકાઈ જવાને કારણે હેરાન પરેશાન થઈ ગયો હોય તો કોઈ વ્યક્તિ વ્યાજના ચકરડામાં ફસાઈ જવાને કારણે મગજ ઉપર દબાણ અનુભવાતા અંત્યત કંટાળી જઈને ન ભરવાનું પગલું પણ ભરી લેતો હોય છે..
અત્યારે એક વ્યક્તિએ તેની પત્નીથી કંટાળી જઈ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટના જ્યારે સામે આવે ત્યારે આસપાસના સૌ કોઈ વિસ્તારમાં ફફડાટ મચી ગયો હતો. અનિલ નામનો એક યુવકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાંથી રડતા રડતા કરી રહ્યો હતો કે, મારું નામ અનિલ છે..
અને મારી પત્ની મને રોજબરોજ ખબર હેરાન પરેશાન કરી રહી છે. તે વારંવાર તેના પરિવારજનોને ફસાવવાની ધમકીઓ આપે છે. તેને એક નાની દીકરી પણ છે. તેનો કોઈ પણ પ્રકારનો ખ્યાલ રાખ્યા વગર તેની પત્ની હંમેશા તેને હેરાનગતિ પહોંચાડી રહી છે. અને અનિલે બધી વાતોથી પત્ની સાથે સમાધાન કરવાની પણ કોશિશ કરી અને કહ્યું કે તું અલગ રહેજે..
પરંતુ તે માનતી નથી અને હવે મારો પરિવાર પણ તેનાથી ખૂબ જ કંટાળી ગયો છે, અને હવે મારાથી અપમાન સહન થતું નથી .એટલા માટે હવે હું પણ આપઘાત કરીને જીવન ટૂંકાવા જઈ રહ્યો છું. પરંતુ મારા મર્યા બાદ અમારી પત્ની અને તેમના પરિવારજનોની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી તેની ઈચ્છા છે..
બસ આટલું કહીને આ યુવકે ઘરમાં લટકીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના રાજસ્થાનના કોટાની છે. અનિલના માતા પિતા લગ્ન પ્રસંગની અંદર ગયા હતા. જ્યારે તેનો નાનો ભાઈ એક મોલની અંદર કામ કરવા માટે ગયો હતો અને ઘરે અન્ય કોઈ વ્યક્તિ હાજર હતું નહીં ત્યારે તેણે આપઘાત કરીને જીવન ટૂંકવી દીધો હતો..
જ્યારે તેનો ભાઈ નોકરીએથી ઘરે પરત આવ્યો ત્યારે તેને ખબર પડી કે તેના મોટાભાઈએ જીવન ટૂંકાવી દીધું છે અને તેનું એકમાત્ર કારણ તેની ભાભી હોવાનું સામે આવ્યું છે. મૃતકના પરિવારજનો તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનને પહોંચ્યા અને ત્યાં અનિલની પત્ની પૂજા તેમજ તેના પરિવારજનોની સામે ફરિયાદ નોંધાવતા જણાવી દીધું કે, તેઓ હંમેશાં નાની નાની વાત ઉપર લડાઈ ઝઘડો કરવા માટે તેમના ઘરે આવી પહોંચતા હતા..
અને વારંવાર તે જુદા-જુદા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપીને પરિવારજનોને દબાણમાં રાખતી હતી. જો તેને પ્રેમથી સમજાવવામાં આવે તો તે છૂટાછેડા આપી દેવાનું પણ કહેતી હતી. અને આ બધી હેરાનગતિથી કંટાળી જઈને અનિલે આપઘાત કર્યો છે. તેવું ફરિયાદમાં નોંધાવ્યું હતું. પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે..
દિન પ્રતિદિન ઘરેલુ મામલામાં આપઘાતના બનાવો ખૂબ જ વધવા લાગ્યા છે, જે દરેક લોકો માટે ખૂબ જ ચોકાવનારી બાબત સાબિત થઈ ગઈ છે. આ બનાવને લઈને અનીલના માં-બાપ માટે તો આફતોના આભ ફાટી નીકળ્યા છે. અનીલનો નાનો ભાઈ પણ આ ઘટનાથી ખુબ જ દુખી છે.