8 મહિનાના દીકરાને ઘરમાં રમતો મૂકી માતાએ ગળે ફાંસો ખાઈ લીધો…માસુમ બાળકે માતાની છત્રછાયા ગુમાવી

ગુજરાતમાંથી અવારનવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે ઘણીવાર લોકો કોઈ ગંભીર બીમારીથી કંટાળીને મોત તરફ વળતા હોય છે તેવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર મહિલા ને ખૂબ જ લાંબા સમયથી ગંભીર બીમારી હતી જેના કારણે હંમેશા તે ચિંતામાં રહેતી હતી અંતે તે કંટાળીને મોતને ભેટી હતી.
મૃતક મહિલાનું નામ આરતીબેન છે તેમની ઉંમર માત્ર 25 વર્ષની છે તેણે સાંજે પોતાના ઘરે રૂમના પંખા ના હુક માં ચુંદડી વડે ફાસો ખાય આપઘાત કરી લીધો હતો આ ઘટનાની સાથે જ પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તેની વાત પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેમના પતિ મજૂરી કામ કરે પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે.
તેઓના લગ્ન પાંચ વર્ષ પહેલા જ થયા હતા. તેમને ચાર વર્ષની પુત્રી અને આઠ માસમાં પુત્ર છે. તેઓ જ્યારે મજૂરી કામ પર થી પરત ફર્યા ત્યારે રૂમનો દરવાજો ખોલતા પત્ની હાલતમાં જોવા મળી હતી તેની બાજુમાં જ માસુમ આઠ વર્ષનો પુત્ર રમતો હતો. આ માસુમ આઠ વર્ષના પુત્રની ખૂબ જ નાની ઉંમરથી મમતા છીનવાઈ ગઈ હતી તેવામાં પોલીસે હત્યા પાછળનું સાચું કારણ શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે અને આસપાસના લોકોમાં વધુ પૂછપરછ કરી છે.
મૃત્યુ ની જાણ થતા ની સાથે જ પરિવાર માં શોક ની લાગણી ઉભરાય ગઈ હતી. જોકે ગુજરાતમાંથી આ પ્રથમ કિસ્સો નથી પણ અવારનવાર કોઈ ગંભીર બીમારીથી કંટાળીને મોતને વાહલું કરતા હોય છે.