ઘરમાં ફૂલ જેવી દીકરીનો જન્મ થયો ને, માતાએ 7 મહિના બાદ ઝેર ખાઈને સુસાઈડ કરી લીધું… જાણો શું છે સુસાઇડ પાછળનું કારણ…

ઘરમાં ફૂલ જેવી દીકરીનો જન્મ થયો ને, માતાએ 7 મહિના બાદ ઝેર ખાઈને સુસાઈડ કરી લીધું… જાણો શું છે સુસાઇડ પાછળનું કારણ…

આજકાલ સોશિયલ મીડિયા પર અવારનવાર સુસાઈડની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે અને સુસાઈડ ની ઘટનામાં પણ મોટો ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે વધુ એક આપઘાતની ઘટના રાજસ્થાનના પાલી જિલ્લાના ફાલનમાંથી પ્રકાશમાં આવી છે. 24 વર્ષીય મમતા એ દહેજ અને પતિના મેણા ટોણા થી કંટાળીને પિયરમાં સુસાઈડ કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર મમતાને સાત મહિનાની દીકરી છે, મમતા નો પતિ હંમેશા તેને મેણા મારતો હતો. આ દીકરી તેની નથી અને તેના લોકો દહેજ માટે તેની સાથે મારપીટ પણ કરતા હતા, આજ કારણે મમતા ડિપ્રેશનમાં જતી રહી હતી. ઝેર ખાઈને સુસાઈડ કરી લીધો હતો, ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોંચી હતી.

મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી દીધું હતું અને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહે પરિવારના લોકોને સોંપવામાં આવ્યો હતો. મમતા ના અંતિમ સંસ્કાર તેના પિયર પક્ષે જ કર્યા હતા, મળતી માહિતી અનુસાર બે વર્ષ પહેલા ઇન્દિરા કોલોની માં રહેતી મમતાના લગ્ન ફાલનામાં રહેતા નવલ કિશોર સાથે થયા હતા.

મમતા નો પતિ નવલ કિશોર રેલવેમાં નોકરી કરે છે જ્યારે મમતા એ બી.એસ.સી.બી. એડ કર્યું છે. મમતા તેના પિતાની જેમ ટીચર બનવા માંગતી હતી, પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ત્રણ મહિનાથી મમતા પિયરમાં આવીને રહેતી હતી. મમતા એ સુસાઈડ કર્યો ત્યારે ઘરના તમામ લોકો ઘરે જ હતા અને ત્યારે મમતા પોતાના રૂમમાં ગઈ અને લાંબા સમય સુધી રૂમમાંથી બહાર આવી ન હતી.

ત્યારબાદ તેના માતા પિતાએ બૂમ પાડી પણ અંદરથી કોઈએ જવાબ ન આપતા રૂમનો દરવાજો ઠપકાર્યો હતો. દરવાજો ના ખોલતા દરવાજો તોડીને રૂમમાં ગયા તો જોયું તો મમતા બેભાન હતી, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી, પ્રાપ્ત માહિતી અનુસાર મમતા એ બે ફેબ્રુઆરી 2021 ના રોજ મમતા એ દીકરીને જન્મ આપ્યો હતો.

બે કિલોમીટર દૂર રહેતા સાસરીયા એકવાર પણ મમતા અને તેની દીકરીનું મોં જોવા આવ્યા ન હતા. જ્યારે પણ મમતા ના સાસરિયાને આવવાનું કહેવામાં આવ્યું તો તેઓએ જવાબ આપતા કહ્યું કે દીકરો જનમ્યો હોત તો સારું હોત. મમતા નો પતિ કહેતો હતો કે આ દીકરી તેની નથી, હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *