વડોદરામાં 6 વર્ષના દીકરાને સ્કૂલે મૂકીને માતાએ નર્મદા કેનાલમાં કૂદીને સુસાઇડ કરી લીધું… સુસાઇડ કરતા પહેલા કાકીને ફોન કરીને કહ્યું કે,”હું કેનાલમાં…”

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વડોદરામાં બનેલી વધુ એક સોસાયટીની ઘટના સામે આવી રહી છે. છેલ્લા એક વર્ષથી હાલોલમાં માતા અને પોતાના છ વર્ષના દીકરા સાથે રહેતી વડોદરાની યુવતીએ ખંડીવાડા નર્મદા કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર મહિલા પોતાની કાકીને ફોન કરીને સુસાઇડ કરવા માટે નીકળી હતી.
આઠ વર્ષના લગ્ન જીવનમાં તેઓને 6 વર્ષનો દીકરો પણ છે, જેનું નામ હેત છે. સોનલ અને તેના પતિ વચ્ચે અણ બનાવ બનતા તે છેલ્લા એક વર્ષની પોતાના પુત્ર સાથે હાલોલમાં તેની માતા હંસાબેન સાથે રહેતી હતી. હાલોલ માં માતા અને પોતાના છ વર્ષના દીકરા સાથે રહીને સોનલ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે છેલ્લા સાત મહિનાથી હાલોલમાં આવેલી ઇન્દુ બ્લડ બેન્કમાં નોકરી કરતી હતી.
ઘટનાના દિવસે સોનલ સવારે પોતાના દીકરા હેતને સ્કૂલે મૂકવા માટે ગઈ હતી. દીકરાને સ્કૂલે મૂક્યા બાદ ઘરે આવવાની જગ્યાએ સોનલ નર્મદા કેનાલ પાસે પહોંચી ગઈ હતી. અહીં પહોંચીને સોનલે પોતાના કાકી મનીષા બહેનને ફોન કર્યો હતો. ત્યારબાદ સોનલે પોતાના કાકીને જણાવ્યું હતું કે, હું કેનાલમાં મરવા માટે જાવ છું. તેમ જણાવીને સોનલે ફોન કાપી નાખ્યો હતો.
ત્યારબાદ કાકી તરત જ આ ઘટનાની જાણ પરિવારજનોને કરી હતી અને સોનલને ફોન કરવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ સોનલ નો ફોન બંધ આવતો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો તાત્કાલિક નર્મદા કેનાલ પાસે પહોંચી આવ્યા હતા. ત્યારે ત્યાં લોકોનું ટોળું જોઈને પરિવારના સભ્યો ચોકી ઉઠ્યા હતા. ત્યારે જાણવા મળ્યું કેનાલમાંથી સ્થાનિક લોકોએ એક મહિલાનું મૃતદેહ બહાર કાઢ્યું છે તે સોનલનો છે.
સોનલનું મૃતદેહ જોઈને પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા મહિલાના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને સુસાઇડ નો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે મહિલાએ પતિના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું છે.