રાજકોટમાં માતા જ બની હત્યારી- એકસાથે બંને બાળકોની હત્યા કરી ખુદ કરી લીધો આપઘાત

રાજકોટમાં માતા જ બની હત્યારી- એકસાથે બંને બાળકોની હત્યા કરી ખુદ કરી લીધો આપઘાત

આપઘાત (Rajkot Suicide) ની ઘટનાઓ ગુજરાત (Gujarat) રાજ્ય સહિત સમગ્ર દેશ માંથી છાસ વારે સામે આવતી હોય છે, ત્યારે વધુ એક આપઘાતની ઘટના ગુજરાત રાજ્યના રાજકોટ શહેર માંથી સામે આવી છે. રાજકોટ (Rajkot) શહેર માંથી આજે જે ઘટના સામે આવી છે તેના વિષે સાંભળીને સાથે સૌ કોઈ લોકો થોડી ક્ષણ માટે સ્તબ્ધ થઇ જાય છે. રાજકોટના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહેતી એક જનેતાએ પહેલા તેના બે માસુમ બાળકોની હત્યા કરી અને ત્યાર બાદ પોતે એક વીડિયો બનાવીને ફેસબુક સ્ટેટ્સ પર અપલોડ કરીને આપઘાત કરી લીધો હતો.

આ મહિલાએ આપઘાત પહેલા બનાવેલા વીડિયોમાં પતિ સાગરના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. જયારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થઇ ત્યારે તેઓ તરતજ ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોચ્યા હતા અને પતિ સાગરની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મળેલી માહિતી અનુસાર રાજકોટ શહેરના આંબેડકરનગર વિસ્તારમાં રહેતી મહિલા મનીષા પરમારે તારીખ 01 જૂનને ગુરુવાર એટલે કે ગઈકાલે રાત્રિના સમયે પોતાના બે માસુમ બાળકો (ઉંમર વર્ષ 3) અને ઇશિતા (ઉંમર વર્ષ 6 માસ) ની હત્યા કરીને પોતે એસિડ ગટગટાવીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

મનીષા પરમારે (ઉંમર વર્ષ 27) આ પગલું ભરતા પહેલા એક વીડિયો બનાવીને ફેસબુક સ્ટેટ્સ પર અપલોડ કર્યો હતો અને આ વીડિયોમાં પતિ સાગરના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. મનીષાએ પહેલા બને બાળકોની હત્યા કરી અને ત્યારબાદ એક વીડિયો બનાવી પતિ સામે આક્ષેપ કરી પોતે પણ આપઘાત કરી લીધો હતો. મનીષા પરમારે ફેસબુક સ્ટેટ્સ પર વીડિયો મુક્યો હતો આ સ્ટેટ્સ પાડોશીએ જોતા તેઓ તરતજ મનીષાના ઘરે દોડી આવ્યા હતા, જયારે પાડોશીએ દરવાજો તોડીને જોયું તો મનીષાબેન લટકતી હાલતમાં જોવા મળ્યા હતા.

મનીષા પરમારે આપઘાત પહેલા બનાવેલા વીડિયોમાં કહ્યું હતું કે, હું ખુદ મારી ઇચ્છાથી મરી જાવ છું, અને હું જે પગલું ભરું છુ એની પાછળ જવાબદાર મારો ઘરવાળો સાગર પરમાર છે. મારો ઘરવાળો સાગર પરમાર પોતે છોકરીઓ સાથે આવી રીતે મારીને હેરાન કરે છે અને પૈસા પડાવે છે. વધુમાં મનીષા પરમારે કહ્યું કે, સાંઈબાબા ચોક ખાતે સરકારી દવાખાનાની ઉપર રહે છે તે જવાબદાર છે. હાલ પોલીસે પતિ સાગરની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *