મોરબી પોલીસે માનવતા મહેકાવી, માજી ચાલી શકતા ન હતા પછી પોલીસે એવું કામ કર્યું કે… વિડીયો જોઈને વખાણ કરતા નહીં થાકો…

મોરબી પોલીસે માનવતા મહેકાવી, માજી ચાલી શકતા ન હતા પછી પોલીસે એવું કામ કર્યું કે… વિડીયો જોઈને વખાણ કરતા નહીં થાકો…

અત્યારે વાવાઝોડા ના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, રાજ્યમાં એક બાજુ વાવાઝોડું સંકટ માથે તોળાઈ છે. ત્યારે બીજી બાજુ સેવાની સરવાણી નો ધોધ પણ જોવા મળી રહ્યો છે. વાવાઝોડા ના કહેર વચ્ચે મોરબી પોલીસનો સુંદર વિડિયો સામે આવ્યો છે, જેમાં વાકાનેર ના ખડીનવાપરા વિસ્તારમાંથી એક ઉંમરલાયક માજી કે જેઓ ચાલી શકતા ન હતા તેઓને મહિલા પોલીસ દ્વારા ઉચકીને શેલ્ટર હોમ ખાતે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે વાંકાનેરમાં વૃદ્ધા અને નવજાત બાળકને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વરસતા વરસાદ વચ્ચે મોરબી જિલ્લાની બે મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા માનવતા સભર કામગીરી કરવામાં આવી છે. વાવાઝોડા ના કારણે ઘણા લોકોએ પોતાના ઘર ગુમાવ્યા છે જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

વાવાઝોડાને કારણે ખૂબ જ મોટું નુકસાન પણ થઈ રહ્યું છે. મોરબીમાં બિપોરજોય વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ મોડમાં છે, 24 કલાક વિવિધ કામગીરી કરી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરિયાકાંઠે રહેતા લોકોના સ્થળાંતર સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

તો વિવિધ સંસ્થાઓ રાહત કામગીરી માટે તંત્ર સાથે ખંભા મિલાવી આપદાની સ્થિતિમાં માનવતા મહેકઆવી છે. બિપોરજોય વાવાઝોડા અનુસંધાને વાંકાનેરના ખડીનવાપરા વિસ્તારમાંથી એક ઉંમરલાયક માજી જેવો ચાલી શકતા ન હતા તેઓને મહિલા પોલીસ દ્વારા ઉચકીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

વાવાઝોડામાં તાત્કાલિક સંદેશા વ્યવહાર માટે હેમ રેડિયો ની સાત ટીમો તૈયાર રાખવામાં આવી છે. રાજકોટ, જામનગર અને કચ્છ જિલ્લાના વિસ્તારોમાં સાત ટીમો તૈનાત કરવામાં આવી છે. જ્યારે આ બધા સમયે સંદેશ વ્યવહાર અટકી જતા હોય છે, તેવા સંજોગોમાં હેમ રેડિયો ના ઉપયોગથી સંદેશાની આપ-લે કરવામાં આવે છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *