ઓડિશાના ટ્રેન અકસ્માતની દુર્ઘટનાના મામલે મોરારીબાપુ મદદ માટે આવ્યા આગળ… મૃતકોને શ્રદ્ધાંજલિ આપી આટલા લાખ રૂપિયાની કરી સહાય…

આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓ ખૂબ જ સામે આવી રહી છે. જે જોઈને આપણે ચોકી જઈએ છીએ, આવી જ એક ઘટના ઓડિશાના બાલાસોર પાસે ત્રણ ટ્રેન વચ્ચે અકસ્માતની ઘટનામાં 288 થી વધુ લોકોના મૃત્યુનો આંકડો સામે આવ્યો છે. અત્યંત ભયાનક કહી શકાય તે પ્રકારનો આ રેલ અકસ્માતને કારણે સમગ્ર દેશમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પૂજ્ય મોરારીબાપુ હાલ રામકથા માટે કોલકત્તા છે, આ દરમિયાન તેમને અકસ્માતના સમાચાર મળતા તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે આ કરુણ ઘટનામાં ઘણા લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. તમામને સહાયરૂપ થવા માટે મોરારીબાપુએ 50 લાખની સહાયતા રાશિ અર્પણ કરી છે. મળતી માહિતી પ્રમાણે રામકથાના દેશ અને વિદેશના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે.
પૂજ્ય મોરારીબાપુ એ તમામ મૃતકોના નિવારણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે. લોકો ઝડપથી પોતાનું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના પણ કરી છે, મૃતકો અને ઘાયલ ના પરિવારજનોને દિલાસો પાઠવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મોરારીબાપુ દ્વારા દરેક વખતે આવી દુર્ઘટનામાં ઘાયલ અને મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય કરતા હોય છે.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવથી લઈને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ દુર્ઘટના પર શોખ વ્યક્ત કર્યો છે. આ સાથે વિપક્ષી દળોમાં કોંગ્રેસના નેતાઓએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સાથે જ આ દર્દના અકસ્માત અંગે વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે, ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલા ઘણા લોકોને સોરો, ગોપાલપુર અને ખંટાપાડા આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે.
જ્યારે ઘણા લોકોને બાલાસોર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેન અકસ્માત બાદ સમગ્ર દેશમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. NDRF, ભારતીય સેના, ભારતીય વાયુસેના, સ્ટેટ ડિઝાસ્ટર રીલીફ ફોર્સ, આર્મી મેડિકલ કોપ્સ અકસ્માત સ્થળે બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્યના સીએમ નવીન પટનાયક એ શનિવારે સવારે ઘટના સ્થળની મુલાકાત લીધી છે. રેલવે મંત્રીએ આ ઘટનાની ઉચ્ચસ્તરીય સ્વતંત્ર તપાસના આદેશ આપ્યા છે. આ રેલ અકસ્માતમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને ઘણા લોકોએ પોતાના પરિવારના સભ્યો પણ ગુમાવ્યા છે.