‘આદિપુરુષ’ના બેફામ વિરોધ બાદ મોરારી બાપુએ માર્યો જબરદસ્ત ટોણો, એવું નિવેદન આપ્યું કે મેકર્સનું શરમથી માથું ઝૂકી જશે

બોલિવુડની ફિલ્મ આદિપુરુષ વિવાદ મામલે હવે કથાકાર મોરારી બાપુએ પણ આડકતરો કટાક્ષ કર્યો છે. આદિપુરુષ ફિલ્મ તેના ડાયલોગને કારણે વિવાદમાં છે. ત્યારે જાણીતા કથાકાર મોરારી બાપુએ પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, નાટક બનાવો કે ફિલ્મ બનાવો પણ રામાયણનો આધાર તો લો, કોઈને ન પૂછો પણ મને તો પુછો હું રામાયણ અને તેના પાત્રોની સત્ય હકીકત કહીશ તેવો મોરારી બાપુએ આડકતરો કટાક્ષ કર્યો હતો.
ગુજરાત સહિત દેશભરમાં ફિલ્મ આદિપુરુષને લઈ વિવાદ શરૂ છે. તે દરમિયાન ફિલ્મમાં કેટલાક ડાયલોગમાં પણ ફેરફાર કરાયા છે. આ બધાની વચ્ચે કર્ણ પ્રયાગની રામકથામાં મોરારીબાપુનું મોટું નિવેદન સામે આવ્યું છે. કથાકાર મોરારી બાપુએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, નવલકથા હોઈ કે ફિલ્મ રામાયણ અને તેના પાત્રો વિશે યોગ્ય બોલાતું નથી, નાટક બનાવો કે ફિલ્મ બનાવો પણ રામાયણનો આધાર તો લો.
રામાયણ અને તેના પાત્રો વિશે હું જણાવીશ: મોરારી બાપુ
કથાકાર મોરારી બાપુએ કહ્યું કે, કોઈને ન પૂછો પણ મને પૂછો તો હું કહીશ કે, રામાયણ અને તેના પાત્રોની સત્ય હકીકત શું છે. વધુમાં તેમણે કહ્યું કે, નાટક બનાવો કે ફિલ્મ બનાવો પણ રામાયણનો આધાર તો લો. મહત્વનું છે કે, મોરારી બાપુએ રામાયણ સિરિયલના રામાનંદ સાગરને યાદ કરતાં કહ્યું કે, સિરિયલ બનાવતા પૂર્વે રામાનંદ સાગર તલગાજરડા આવ્યા હતા.