શું 5 થી 7 જુલાઈમાં દરિયામાં કઈક નવું થશે? હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી…

શું 5 થી 7 જુલાઈમાં દરિયામાં કઈક નવું થશે? હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી…

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાના બીજા રાઉન્ડથી લઇને વરસાદની સમગ્ર પેટર્ન, દરિયામાં ઊભી થવા જઇ રહેલી સ્થિતિ અને ઓગસ્ટમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે? તે અંગે વ્યક્ત કર્યો અનુમાન.

ગુજરાતમાં કુલ સરેરાશ વરસાદ 32 ટકા જેટલો નોંધાયો છે, ત્યારે વરસાદના બીજા રાઉન્ડની રાહ જોવાઇ રહી છે. આ દરમ્યાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાના બીજા રાઉન્ડથી લઇને વરસાદની સમગ્ર પેટર્ન, દરિયામાં ઊભી થવા જઇ રહેલી સ્થિતિ અને ઓગસ્ટમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે, તે અંગે જણાવ્યું છે.

તેમણે કહ્યું કે, બીજા રાઉન્ડમાં એટલે કે પુનર્વસુ નક્ષત્રમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા રહેશે. આ નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. જોકે, તારીખ 7થી 12 દરમિયાન ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે.

આ વરસાદ ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગો, મહેસાણા અને પાલનપુરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાથે જ સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલે કહ્યું કે, આ વખતના ચોમાસાની પેટર્ન અલગ છે. આ વખતના ચોમાસામાં વિવિધ ભાગોમાં લો પ્રેશર થાય છે. આ લો પ્રેશરમાં એકાએક વરસાદ થાય છે. આ હવાના દબાણો વિશિષ્ટ પ્રકારના છે. આ હવાના દબાણોથી વરસાદ થવાની શક્યતા રહેશે.

આ વરસાદ તારીખ 14, 15, 16 સુધી પણ રહી શકે છે. સાથે જ 19 થી 21 દરમિયાન ઉત્તર ભારતમાં ભારે વરસાદની શક્યતા રહેશે. હાલની સ્થિતિ જોતાં જુલાઇ મહિનામાં ભારે વહન આવવાની શક્યતા રહેશે. તેમજ દેશના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારે વરસાદ થશે.

ગંગા-જમનાના જળ સ્તરમાં વધારો થશે. ઉત્તર ભારતની નદીઓમાં પણ પુરની સ્થિતિ રહેશે. ઉપરાંત મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ વરસાદ થવાની સંભાવના રહેશે. સાથે નર્મદાના વિસ્તારોમાં વરસાદ થતાં નર્મદામાં હળવો પુર આવવાની શક્યતા રહેશે. તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થશે.

ચાર અને પાંચ જુલાઇએ દરિયા કિનારા પવન ફૂંકાશે અને દરિયામાં એક મોટી હલચલ જોવા મળશે. આ હલચલ ધીમે ધીમે સમુદ્ર કિનારે આવી જશે ત્યારે રાજ્યમાં વરસાદ થવાની શક્યતા રહેશે. હાલ દરિયામાં તાપમાન ઊંચું છે.

દરિયા કિનારે તાપમાન ઊંચું રહેવાના લીધે હલચલ રહેવાની શક્યતા છે. આ વખતે વિશિષ્ટ સ્થિતિના લીધે દરિયામાં 4 થી 7 જુલાઇ દરમિયાન મોટી હલચલ જોવા મળશે. 10 થી 12 જુલાઇ દરમિયાન દરિયામાં ભારે પવન ફૂંકાશે.

આ નિયમિત ચોમાસું નથી. કેમ કે, બિપોરજોય વાવાઝોડાને લીધે વિવિધ ભાગોમાં હળવા દબાણ ઊભા થયા અને રાજસ્થાનમાં જે હળવું હવાનું દબાણ રહેતું હોય છે તેવું ગુજરાતમાં રહેવા માંડ્યું છે.

ઉપરાંત 25 જૂલાઇથી 8મી ઓગસ્ટ વચ્ચે પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સાથે જ તેમણે કહ્યું કે, ઓગસ્ટમાં પણ વરસાદ લંબાવી શકે છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *