મનસુખ ભાઈ પાસે છે અનોખી શકતી,તેમની બતાવેલી જગ્યાએ જમીનમાં બોર કરવાથી પુષ્કર પ્રમાણમાં પાણી થાય છે, આજ સુધી તેમને બતાવેલી એકપણ જગ્યા ખાલી નથી ગઈ.

વિધાતાએ દરેક વ્યક્તિને અલગ અલગ શક્તિઓ આપીને આ દુનિયામાં મોકલ્યા છે. ઘણી વખત લોકોની શક્તિ જોઈને એવુંય લાગે કે આ યુવાક પર ભગવાનનો અપાર આશીર્વાદ હોય.આજે અમે તમને એવા જ એક યુવક વિશે જણાવીશું જેની શક્તિ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો,
આ યુવકનું નામ છે મનસુખ ભાઈ અને મનસુખ ભાઈમાં એવી અદભૂત શક્તિ છે કે આજે દરેક વ્યક્તિ પ્રભાવિત થઈ જાય છે.મનસુખ ભાઈ પોતાના હાથમાં એક વીંટી પહેરીને બતાવે છે કે બોર અથવા કૂવો બનાવો તો આ જગ્યાએ પુષ્કર પાણી મળશે અને આજ સુધી તે લોકોને બતાવેલ તમામ સ્થળોએ પુષ્કર પ્રમાણમાં પાણી મળ્યું છે.
દૂર-દૂરથી લોકો તેને તેમના ખેતરમાં બોર કરવા માટે બોલાવે છે અને મનસુખ ભાઈએ બતાવેલી જગ્યાએ બોર કરે છે.મનસુખ ભાઈ તેમની સાથે એક પાટિયું અને શ્રીફળ લઈ જાય છે, તેઓ પહેલા શ્રીફળને જમીન પર મૂકે છે અને પછી એક તકતી લગાવે છે. તે નીચે બેસે છે.
ત્યારે તેઓ કહે છે કે અહીં બોર કરવો યોગ્ય છે કે અને મનસુખ ભાઈએ બતાવેલી જગ્યાએ જે બોર કરશે તેને પુષ્કળ પાણી મળશે. કારણ કે તેમનામાં એવી શક્તિ છે કે તેમને બતાવેલી જગ્યા આજ સુધી ખાલી થઈ નથી ગઈ. જ્યારે પણ કોઈને ખેતરમાં બોર કરવાની જરૂર પડે ત્યારે મનસુખભાઈને ફોન કરે છે. મનસુખ ભાઈની શક્તિ જોઈને ખરેખર બધા લોકો સ્તબ્ધ થઇ જાય છે.