શું ખરેખર 49 વર્ષની ઉંમરે પ્રેગનેટ થઈ મલાઈકા અરોડા??? બોયફ્રેન્ડ અર્જુન કપૂર એ આ અંગે હકીકત જણાવતા કહ્યું કે અમે….જાણો વિગતે

શું ખરેખર 49 વર્ષની ઉંમરે પ્રેગનેટ થઈ મલાઈકા અરોડા??? બોયફ્રેન્ડ અર્જુન કપૂર એ આ અંગે હકીકત જણાવતા કહ્યું કે અમે….જાણો વિગતે

મલાઇકા અરોડા અને અર્જુન કપૂર બંને એકબીજા ને ઘણા સમય ની ડેટ કરી રહ્યા છે. અને તેઓ હમેસા બંનેના સબંધો ને લઈને ખૂલીને વાત કરતાં હોય છે. ઘણીવાર આ બન્ને વેકેશન અને ડેટ પર સાથે જોવા મળતા હોય છે. ઘણીવાર આ બંને ઉમરના તફાવત હોવાથી સોશીયલ મીડિયા યુજર્સ અવારનવાર તેમને નિશાન પર લેતા હોય છે.આમ છતાં તેઓ આવી અફવાઓ અંગે કોઈ અસર નથી થતી.

હાલમાં મલાઇકા ને લઈને એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે મલાઇકા પ્રેગ્નેટ છે.આમ તો ઘણા સમયથી અર્જુન કપૂર અને મલાઈકા અરોડા ના અફેર ની ખબરો ચાલી રહી છે અને આથી જ આ બંને ને લઈને કોઈના કોઈ ખબરો આવતી રહેતી હોય છે. આ બંનેના લગ્ન અને બ્રેકઅપ ને લઈને ઘણીવાર અફવાઓ સાંભળવા મળતી હોય છે. પરંતુ હવે અર્જુન કપૂર એ આ ખબર વિષે વાત કરી હતી જેના કારણે તેઓને ગુસ્સો આવી ગયો હતો. ગયા વર્ષે નવેમ્બર માં મલાઈકા અરોડા ના પ્રેગ્નેટ થયાની અફવાઓ ઉડી હતી.

એવામાં અર્જુન કપૂર એ ખબર છાપનાર પબ્લિકેશન ને ફટકાર લગાવી હતી. હવે એક ઇન્ટરવ્યૂ મા તેમને આ વાત ને લઈને વાત કરી છે.અર્જુન કહે છે કે મીડિયાએ એવું કઈ પણ પોસ્ટ ના કરવું જોઈએ જે બીજાનું જીવન બદલી નાખતું હોય .નેગીટીવીટી ફેલાવી સરળ છે કેમકે તેનાથી લોકોનું ધ્યાન આકર્ષિત થાય છે અને આ ઘણા સમયથી થઇ રહ્યું છે. એક્ટરના અનુસાર તેમને જાણ છે કે એક એક્ટર તરીકે તેમની પર્સનલ લાઈફ હંમેશા પ્રાઇવેટ નથી રહી શકતી.જોકે તેમને કહ્યું કે પત્રકારો ને ઓછામાં ઓછું સેલિબ્રિટી ની વસ્તુને કન્ફોર્મ કરવી જોઈએ. આગળ તેમને કહ્યું કે તેઓ સમજે છે કે સેલિબ્રિટી ઓડિયન્સ સુધી પહોંચવા માટે મીડિયા પર નિર્ભર હોય છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *