ધોનીનાં અસલી ભાઈ બહેન જીવે છે ખુબ જ સાધારણ જીવન, જાણો ધોનીનાં પરિવારનાં બધા જ ૬ સદસ્યો વિશે

મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટની દુનિયામાં એક મોટું નામ છે. ક્રિકેટ જગતમાં તેમણે ઘણી ઉપલબ્ધિઓ પોતાના નામે કરેલી છે. જેમકે વર્ષ ૨૦૧૧માં ધોની ની કેપ્ટનશીપમાં જ ભારતે વન-ડે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. પરંતુ આજે અમે તમને ધોનીની પ્રોફેશનલ લાઈફ વિશે નહીં, પરંતુ તેમની પર્સનલ લાઈફ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ખુબ જ ઓછા લોકો ધોનીના પરિવાર વિશે જાણે છે. આજે મેં તમને એક-એક કરીને તેમના પરિવારના દરેક સદસ્ય વિશે જણાવીશું.
એમ એસ ધોનીનાં પિતા નું નામ પાન સિંહ ધોની છે. તેઓ મુળ રૂપથી ઉત્તરાખંડનાં અલમોડા જિલ્લાના લવલી ગામના રહેવાસી છે. તેવો “મેકોન” કંપનીમાં કામ કરતા હતા. પોતાની નોકરીને કારણે તેઓ વર્ષ ૧૯૬૪માં રાંચી શિફ્ટ થયેલા હતા. ધોનીનાં પિતા ઈચ્છતા ન હતા કે તેમનો દીકરો ક્રિકેટર બને. તેઓ તેને સરકારી નોકરી કરતો જોવા માંગતા હતા.
એટલા માટે જ્યારે ધોની ને રેલવેમાં નોકરી મળી તો તેઓ ખુબ જ ખુશ થયા હતા. જોકે બાદમાં જ્યારે ધોનીએ પોતાનો ક્રિકેટર બનવાનું સપનું પુરું કર્યું, તો પિતાએ તેને એજ રૂપમાં સ્વીકાર કરી લીધો હતો. ધોનીએ જ્યારે ભારતને ૨૦૧૧માં વર્લ્ડ કપાવ્યો હતો. તેના પિતાને પોતાના દીકરા ઉપર ખુબ જ ગર્વ થયો હતો.
એમ એસ ધોની ની માં નું નામ દેવકી ધોની છે. તેમણે ધોનીને તેના સપના પુરા કરવાની જર્નીમાં હંમેશા સપોર્ટ કર્યો છે. દેવકી ધોની એક હાઉસવાઈફ છે. તેને ક્રિકેટર વિશે કંઈ પણ જાણકારી નથી, પરંતુ દીકરાને રમતો જોઈને તેમને પણ ક્રિકેટમાં રુચિ આવવા લાગી હતી.
ધોની જ્યારે પણ કોઈ મહત્વની મેચ રમે છે, તો તેની માં દીકરાને જીત માટે ભગવાન પાસે પ્રાર્થના કરે છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ એક મેચમાં ધોનીએ પોતાની જર્સી ઉપર માં નું નામ પણ લખ્યું હતું. ધોની પોતાની માં ની ખુબ જ નજીક છે.
એમ એસ ધોનીની બહેનનું નામ જયંતી ગુપ્તા છે. જયંતિ એ ધોનીના ક્રિકેટર બનવામાં મહત્વની ભુમિકા નિભાવેલી છે. સમગ્ર પરિવારમાં તે એક જ હતી, જે ધોનીને ક્રિકેટર બનવામાં ફુલ સપોર્ટ કરતી હતી.
જયંતી એ ધોનીની કારકિર્દીને પંખ આપવામાં આર્થિક અને માનસિક બંને રૂપથી મદદ કરેલી છે. જયંતિ વ્યવસાયથી એક ઇંગ્લિશ ટીચર છે. તે પરણીત પણ છે. તેના પતિનું નામ ગૌતમ ગુપ્તા છે.
એમ એસ ધોની નાં મોટા ભાઈનું નામ નરેન્દ્ર સિંહ ધોની છે. તેઓ વ્યવસાય થી એક રાજકીય નેતા છે. વર્ષ ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં તેઓ સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા હતા.
તેઓ ઉંમરમાં એમ એસ ધોની કરતા ૧૦ વર્ષ મોટા છે. તેમના ફેસબુક ઉપર ૧૦ હજાર થી વધારે લોકો ફોલોવર્સ છે. ધોનીના ક્રિકેટર બનતા પહેલા જ તેમણે ઘર છોડી દીધું હતું.
એમ એસ ધોનીએ સાક્ષી રાવત સાથે વર્ષ ૨૦૧૦માં લગ્ન કરી લીધા હતા. સાક્ષી મેનેજમેન્ટ નો અભ્યાસ કરી રહી હતી. તેમની ધોની સાથે મુલાકાત પણ એક હોટલમાં થયેલી હતી, ત્યાં તે રિસેપ્શનિસ્ટ ના રૂપમાં કામ કરતી હતી. ધોની જ્યારે હોટલમાં રોકાવા માટે આવ્યા તો સાક્ષી તેમને ઓળખી શકી નહીં અને તેનું આઈડેન્ટિટી પ્રુફ માંગી લીધું હતું. ત્યારબાદ તેમની લવ સ્ટોરી ની શરૂઆત થઈ અને તેઓ એકબીજા સાથે લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા.
મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષી રાવત ના લગ્ન ના પાંચ વર્ષ બાદ ૬ ફેબ્રુઆરી, ૨૦૧૫નાં રોજ દીકરી જીવા નાં તેઓ માતા-પિતા બન્યા હતા. જીવા સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ફેમસ છે. તેને મહેન્દ્રસિંહ ધોની ની ઘણી મેચમાં ચીયર કરતાં પણ જોવામાં આવી ચુકેલ છે. ધોની અવારનવાર દીકરી સાથે ના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે.