ફેસબુક પર સુસાઈડ નોટ મૂકીને પ્રેમી પંખીડાએ એક સાથે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટમાં લખ્યું કે, “અમારી બંનેની ચિતાને એક સાથે…”

ફેસબુક પર સુસાઈડ નોટ મૂકીને પ્રેમી પંખીડાએ એક સાથે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટમાં લખ્યું કે, “અમારી બંનેની ચિતાને એક સાથે…”

છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં પ્રેમ પકરણમાં કંઈક ને કંઈક કારણોસર પ્રેમી પંખીડાઓ સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સોશિયલ મીડિયા પર સુસાઇડ નોટ અને વિડીયો અપલોડ કરીને એક યુવક અને યુવતીએ એક સાથે ખેતરમાં ઝાડ ઉપર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

બંનેની સુસાઇડ નોટ અને યુવતીનો અંતિમ વિડીયો યુવકના સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં યુવતીએ તેના પરિવારના સભ્યો તેને બળજબરીપૂર્વક લગ્ન કરાવવા સહિત અન્ય અનેક પ્રકારના ગંભીર આરોપો લગાવ્યા છે. આ ઘટના રાજસ્થાનના પાલીમાંથી સામે આવી રહી છે.

સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલી યુવતીના પરિવારજનોએ ગુસ્સામાં યુવકના પરિવારજનો ઉપર હુમલો કર્યો હતો. હાલમાં તો પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને કેસ નોંધીને કેટલાક લોકોને પણ કસ્ટડીમાં લઈ લીધા છે. વાત કરીએ તો મૃત્યુ પામેલી યુવતી ની ઉંમર 20 વર્ષની હતી અને તેનું નામ સંગીતા હતું. જ્યારે મૃત્યુ પામેલા યુવકનું નામ નિર્મલ હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી.

બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને એકબીજા સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. થોડાક મહિના પહેલા બંને ઘરેથી ભાગી ગયા હતા. પરંતુ ત્યારબાદ પરિવારના સભ્યોએ બંનેને પકડીને ઘરે લાવ્યા હતા અને સમજાવીને આ મામલો પતાવી દીધો હતો. લગભગ દોઢ મહિના પહેલા સંગીતાના પરિવારજનોએ તેના બીજા લગ્ન કરાવી દીધા હતા. પરિવારના સભ્યોને એવું લાગ્યું કે બીજા લગ્ન કરાવી દીધા છે એટલે બંને એકબીજાને ભૂલી જશે.

ત્યારે થોડાક દિવસ પહેલા સંગીતા પોતાના પિયરમાં આવી હતી. ત્યારે સંગીતાએ પોતાના પ્રેમી સાથે ફોન પર વાત કરી હતી. પછી બંને સાથે મળીને સુસાઇડ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ સોમવારના રોજ રાત્રિના સમયે બંને પોતાના ઘરેથી નીકળી ગયા હતા અને ગામ પાસે આવેલા ખેતરમાં જઈને ગળાફાંસો ખાઈ લીધો હતો.

બંનેની સુસાઇડ નોટ અને સંગીતાનો અંતિમ વિડીયો નિર્મલે પોતાના facebook એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો. બંને મંગળવારના રોજ સવારે ઘરેથી ગાયબ થઈ ગયા હતા અને બંને મળ્યા ન હતા. Facebook પર સુસાઇડની પોસ્ટ જોઈને કોઈકે આ ઘટનાની જાણ સંગીતાના પરિવારજનોને કરી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પરિવારજનોને થઈ હતી.

નિર્મલે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, બંનેની ચિતા એક સાથે સળગાવજો. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા વીડિયોમાં નિર્મલે કહ્યું હતું કે, સંગીતા ને હું તેની મરજી થી મારી સાથે લઈ ગયો હતો અને બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ તેમની સાથે ખોટું થયું છે. તે લોકોએ અમને એકબીજાને સાથે જીવવા ન દીધા એટલે અમે બંને એકસાથે મરી રહ્યા છીએ. હાલમાં તો પોલીસે સુસાઇડ નોટ અને સુસાઇડના વિડીયોના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *