કાચા મકાનમાં રહેતી લીલાનું જર્મનીમાં યોજાવનારી ઓલમ્પિકમાં બાસ્કેટબોલની રમતમાં સિલેક્ટ થઇ તો આખો પરિવાર ખુશ-ખુશાલ થઇ ગયો.

આપણો દેશ આજે ઘણો પ્રગતિ કરી રહ્યો છે અને ધીમે ધીમે બીજા દેશોને ટક્કર મારી રહ્યો છે. એવામાં આપણા દેશના યુવાનો પણ ઘણી એવી પ્રગતિ કરીને તેમના જીવનમાં આગળ વધતા હોય છે. આ સાથે આપણા યુવાનો વિદેશમાં જઈને પણ રમતમાં કે કોઈ ઇન્ટરશીપમાં કે પછી કોઈ એવી સ્પર્ધામાં અવલ્લ નંબર મેળવતા હોય છે કે તેમાં આપણા દેશનું નામ રોશન કરતા હોય છે.
એવી જ રીતે પંચમહાલની મોરવા હડફ તાલુકાના કસનપુર ગામની મનો-દિવ્યાંગ વિદ્યાર્થીની લીલાએ મોટી સિદ્ધિ મેળવી છે. લીલા હાલમાં ધોરણ ૧૨ માં મોરવા હડફમાં અભ્યાસ કરી રહી છે, આ સાથે લીલાબેન પટેલની પસંદગી આવતી ૨૬ મી જૂને જર્મનીના બર્લિનમાં યોજાવનારી ઇન્ટરનેશનલ સ્પેશિયલ ઓલોમ્પિક ગેમની સ્પર્ધામાં થઇ ગઈ છે.
તેનું સિલેક્શન બાસ્કેટબોલ મહિલા ટીમમાં થઇ છે, ગુજરાતમાંથી પસંદગી કરવામાં આવેલા સ્પેશયલ કેટેગરીના ખેલાડીઓમાં લીલાબેનને પ્રતિનિધિત્વ મળતા તે ખુબ જ ખુશ થઇ ગઈ છે. આ સાથે તે તેમના પરિવારના લોકો પણ ખુશ થઇ ગયા છે. પરિવારના લોકો તેમને પહેલા જવા માટે ના પડતા હતા કેમ કે તે આટલો ખર્ચો કરી શકે એવું નહતું.
પણ પછી તેનો બધો જ ખર્ચો ત્યાંના લોકોએ આગળ આવીને ઉપાડી લીધો હતો, આમ દીકરીની મદદ કરી તો દીકરીના માતા-પિતાએ જવા માટે મંજૂરી આપી હતી. આમ આ દીકરી આગળ હવે જર્મની જશે અને તે આપણા દેશ માટે ખુબ જ મોટા ગર્વની વાત છે. લીલા જયારે નાની હતી ત્યારથી જ તેમના કોચે તેમની પારખીને તેમને બાસ્કેટ બોલની પ્રેક્ટિસ કરાવી જેથી આજે તેનું સિલેક્શન થયું છે.