કચ્છી કોયલ ગીતા રબારી પહોંચ્યા બાબા બાગેશ્વર ધામ…પોતાના સુરીલા કંઠથી સભા મંડપને ડોલાવી ભક્તોના દિલ જીતી લીધા..જુઓ

ગુજરાતી લોકગાયક ગીતા રબારી બાબા બાગેશ્વર ધામ પહોંચ્યા છે. જ્યાં ગીતા રબારી સુર રેલાવ્યા હતા. મધ્યપ્રદેશના છત્તરપુરમાં બાબા બાગેશ્વરનો દરબાર ભરાયો હતો. આ દરબારમાં ગીતા રબારી દ્રારા પર્ફોમન્સ આપવામાં આવ્યું હતું. રામ ભગવાન પર ગીતા રબારીએ ભજન ગાઈને લોકોના દિલ જીતી લીધા હતા.

ગુજરાતી કચ્છી કોયલ તરીકે જાણીતી લોકગાયિકા ગીતા રબારીને આમ તો કોઈ ઓળખની જરુર નથી. ગીતાબેનનો ચાહકવર્ગ ખૂબ જ વિશાળ છે. તેમના કાર્યક્રમમાં હંમેશા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટતું હોય છે. ત્યારે ચાહકો તેમના ગીતોની કાગડોળે રાહ પણ જોતા હોય છે. ગીતાબેન રબારી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં જાણીતું નામ બન્યું છે. એવામાં તેમના ઘણાં કાર્યક્રમોમાં તેમના પતિ પૃથ્વી રબારી સાથે જોવા મળતાં હોય છે, ત્યારે ગીતાબેન અને તેમના પતિ પૃથ્વી રબારી બાબા બાગેશ્વર ધામ પહોંચ્યા હતા.

મધ્યપ્રદેશના છત્તરપુરમાં બાબા બાગેશ્વરનો દરબાર ભરાયો હતો. જ્યાં સ્ટેજ પર બાબા દ્રારા લોકોને આર્શીવચન આપવામાં આવ્યા હતા. આ દરમિયાન ગીતાબેન રબારીએ બાબા બાગેશ્વરના દરબારમાં સૂરો રેલાવ્યા હતા. આ અંગે ગીતાબેન રબારી અને તેમના પતિ પૃથ્વી રબારી સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, બાબા બાગેશ્વર ધામમાં પહોંચીને અમને ઘણો આનંદ થયો છે. અમે આ પહેલીવાર બાબાના ધામમાં આવ્યા છે. આ પહેલાં અમે બાબા બાગેશ્વારને રાજકોટ મળ્યા હતા, ત્યારે તેમણે અમને આમંત્રણ આપ્યું હતું. 4 જુલાઈએ બાબાનો જન્મદિવસ પણ હતો. આ દિવસે રાતે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી અમે ભજન સંધ્યામાં ભાગ લીધો હતો. મધ્યપ્રદેશના છત્તરપુરમાં બાબા બાગેશ્વર ધામમાં અમે સાંજે 6 વાગે પહોંચ્યા હતા. આ પહેલા અમે ચાઈના હતા, ત્યાંથી હોંગકોંગથી સીધા મુંબઈ અને મુંબઈથી ભોપાલ ગયા હતા. બાબા બાગેશ્વાર ધામ છત્તરપુરમાં છે, ભોપાલથી ઘણું દૂર છે.

ગુરુપુર્ણિમાના અવસર બાબા બાગેશ્વર ધામમાં 4 દિવસનો દિવ્ય દરબાર રાખવામાં આવેલો, જેમાં સવારે દિવ્ય દરબાર અને સાંજે 4 કલાક ભજન સંધ્યામાં ભાગ લેવા અમે ગયા હતા. આ દિવ્ય દરબાર માટે બાબા સાથે વાત થઈ હતી, જેમણે અમારી રોકાવાની વ્યવસ્થા પણ કરી હતી. અમે હાલ આફ્રિકા માટે નીકળીએ છીએ.

ગીતા રબારી પોતાના પર્ફોમન્સ માટે દેશ-વિદેશમાં ફરે છે ત્યારે સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ અંગે બાબા બાગેશ્વરે ગીતા રબારી અને તેમના પતિને સંદેશ આપ્યો હતો. આ સાથે બાબા બાગેશ્વરે ગુજરાતના વખાણ પણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો પાસેથી મને ઘણો પ્રેમ અને આદર મળ્યો છે. જેથી ગુજરાતીઓ તેમના દિલમાં અલગ સ્થાન ધરાવે છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *