કિર્તીદાન ગઢવીએ બાગેશ્વર ધામમાં બોલાવી રમઝટ, “રામ સિયા રામ” ગીત પર બાબા સાથે ભક્તોને પણ ઝુમાવ્યા – જુઓ વીડિયો

કિર્તીદાન ગઢવીએ બાગેશ્વર ધામમાં બોલાવી રમઝટ, “રામ સિયા રામ” ગીત પર બાબા સાથે ભક્તોને પણ ઝુમાવ્યા – જુઓ વીડિયો

દેશભરમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ખાસ કરીને મધ્યપ્રદેશના છત્તરપુરમાં આવેલા બાગેશ્વર ધામનો તો માહોલ જ જુદો હતો કારણ કે 4 જુલાઈના રોજ બાગેશ્વર ધામના બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મ દિવસ પણ હતો, અને આ નિમિત્તે 4 દિવસીય સત્સંગ અને સંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાતી ગાયકોએ પણ ધૂમ મચાવી. ગુજરાતની કોકીલકંઠી અને કચ્છી કોયલ તરીકે જાણીતી ગાયિકા ગીતાબેન રબારીએ પોતાના સુરથી બાગેશ્વર ધામમાં રોનક જમાવી દીધી હતી. તેમણે ભક્તો સાથે બાબાને પણ ઝુમાવ્યા હતા. ગીતાબેન રબારી બાગેશ્વર ધામમાં તેમના પતિ પૃથ્વી રબારી સાથે આવી પહોંચ્યા હતા અને બાબાના આશીર્વાદ પણ લીધા હતા.

ત્યારે ગીતાબેન ઉપરાંત ગુજરાતના જાણીતા અને ડાયરા સમ્રાટ તરીકે જેમને લોકો ઓળખે છે એવા કિર્તીદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના ડાયરામાં પણ અનોખો માહોલ જોવા મળ્યો હતો. જેના વીડિયો કિર્તીદાને તેમના સોશિયલ મીડિયામાં શેર કર્યા છે અને તેમાં બાગેશ્વર ધામમાં ચાલતી રમઝટ જોવા મળી રહી છે.

આ ઉપરાંત કિર્તીદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ પણ થતો જોવા મળી રહ્યો છે. કિર્તીદાને આ વીડિયો શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે, “હમ તો બાગેશ્વર આયે ઓ બાલાજી”, આ ઉપરાંત તેઓ એક વીડિયોમાં રામ સિયા રામના સુર છેડતા પણ જોવા મળી રહ્યા છે, જેમાં ભક્ત જનો પણ તેમના સુરના તાલ પર ઝુમતા જોવા મળી રહ્યા છે.

કિર્તીદાન ગઢવીએ તેમની સ્ટોરીમાં પણ તેમના બાગેશ્વર ધામની મુલાકાત દરમિયાનની કેટલીક તસવીરો અને વીડિયો પણ શેર કર્યા હતા. જેમાં તે બાબા માટે તેમના જન્મ દિવસ નિમિત્તે “બાર બાર યે દિન આયે” ગાતા પણ જોવા મળી રહ્યા હતા. ત્યારે ભક્તજનો વચ્ચે બેઠેલા બાબા પણ ખુબ જ ખુશ જોવા મળી રહ્યા હતા.

તમને જાણવી દઈએ કે બાગેશ્વર ધામના બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી જયારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે કિર્તીદાન ગઢવી પણ તેમને મળવા માટે પહોંચ્યા હતા અને ત્યારે જ બાબાએ કિર્તીદાનને બાગેશ્વર ધામ આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું અને જેના બાદ ગુરુપૂર્ણિમા અને બાબાના જન્મ દિવસને ખાસ બનાવવા તે બાગેશ્વર ધામ પહોંચ્યા હતા.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *