ગુજરાતથી હજારો કિલોમીટર દૂર છે છતાં બિપોરજોય વાવાજોડાને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ખજુરભાઈની ટિમ ગરીબોની સેવા માટે તૈયાર છે – જુઓ વિડીયો

ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાની આજે દરેક ગુજરાતીઓના દિલમાં ખૂબ લોક ચાહના મેળવી છે. નાનાથી લઈને મોટા સુધીના દરેક વ્યક્તિના દિલમાં તેને અનોખું સ્થાન મેળવ્યું છે. ખજૂર ભાઈને આજે આખો દેશ ગરીબોના મસીહા તરીકે ઓળખે છે.ખજૂર ભાઈએ કરેલી સેવા નો પ્રવાહ આજે પણ સતત વહી રહ્યો છે ને કેટલાય લોકોના દિલમાં ગરીબોના મસિહા તરીકેની છાપ છોડી છે. લાખો લોકોને નવું જીવન આપ્યું છે ખજૂર ભાઈ ની સાથે દરેક લોકોનો પ્રેમ સાથ અને સહકાર અને રૂડા આશીર્વાદ હંમેશા સાથે રહ્યા છે.
હાલ ખજૂર ભાઈ ગુજરાત થી હજારો કિલોમીટર દૂર અમેરિકામાં છે. પરંતુ ખજૂર ભાઈનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ કંઈક અલગ જ છે. આટલા દૂર હોવા છતાં ખજૂર ભાઈ ની ટીમ ગરીબોની સેવા માટે હંમેશા રેડી હોય છે. આવી સેવા કરીને જ ખજૂર ભાઈ લોકોના દિલ જીતે છે.
ગુજરાતમાં સૌ કોઈના લોકપ્રિય ખજૂર ભાઈનું નામ આજે ખૂબ જ ગર્વથી લેવામાં આવે છે. નિતીન જાનીએ પોતાના એવા સેવાના કાર્યો કર્યા છે જેનાથી તેણે લાખો લોકોના દિલ જીતી લીધા છે. તેમને અત્યાર સુધીમાં હજારો લોકોને નવા ઘર બનાવી નવું જીવન આપ્યું છે. ખજૂર ભાઈ ની માનવતા લોકોના હૈયે વસી ગઈ છે.
આપ સૌ લોકો જાણતા જ હશો કે કેદારનાથના દ્વાર 25 એપ્રિલથી ભક્તો માટે ખુલ્લા મૂક્યા હતા ત્યારે ખજૂર ભાઈ ભોલેનાથના આશીર્વાદ લેવા માટે કેદારનાથ પહોંચી ગયા અને ત્યાંથી તેમને વિડિયો અને કેટલીક તસવીરો પણ શેર કરી હતી જે હમણાંથી સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી.
માણસોની જેમ ખજૂર ભાઈ પણ પ્રાણી પ્રેમી છે. ઘણી વખત તેમનો પ્રાણી પ્રત્યેનો પ્રેમ સામે આવતો હોય છે. તેમણે ગાય માતા માટે 500 કિલો સૂકો મેવો તૈયાર કર્યો છે. થોડા દિવસો પહેલા નિતીન જાનીએ એક વીડિયો શેર કર્યો હતો અને એમાં તેણે કહ્યું હતું કે કેટલાક શુભકામ કરવા માટે મુહૂર્ત જોવું પડે છે પરંતુ એક જ કામ એવું છે જેને કરવા માટે કોઈ મુહૂર્ત જોવું નથી પડતું એ છે ગાય માતાને ખવડાવવું.