અમદાવાદના આ છોકરાને નહોતી ઈશ્વરમાં શ્રદ્ધા, અચાનક તેના જીવનમાં બન્યું એવું કે મમ્મીના કહેવાથી રાખી મોગલ માતાની માનતા, 2 દિવસમાં જ થયું કામ પૂરું, જુઓ વીડિયો

અમદાવાદના આ છોકરાને નહોતી ઈશ્વરમાં શ્રદ્ધા, અચાનક તેના જીવનમાં બન્યું એવું કે મમ્મીના કહેવાથી રાખી મોગલ માતાની માનતા, 2 દિવસમાં જ થયું કામ પૂરું, જુઓ વીડિયો

કચ્છમાં આવેલું કબરાઉ મોગલ ધામ લોકો માટે એક મોટું આસ્થાનું કેન્દ્ર છે. આ ધામની અંદર લોકો અતૂટ શ્રદ્ધા રાખે છે અને ખરા મનથી રાખેલી કોઈપણ માનતા આ મંદિરમાં પૂર્ણ થઇ હોવાના પણ ઘણા બધા મામલાઓ સામે આવી ચૂક્યા છે. ઘણા લોકોએ આ મંદિરમાં માનતાઓ રાખી છે અને તેમની માનતાઓ પૂર્ણ પણ થઇ છે.

ત્યારે આ મંદિરમાં માનતા રાખેલા ભાવિક ભક્તો પોતાની માનતા પૂર્ણ થવા પર માતાજીના દર્શને આવતા હોય છે, અને માતાજીને ભેટ સોગાદ કે રોકડા રૂપિયા ચઢાવવા પણ માંગતા હોય છે. પરંતુ મોગલધામમાં એક પણ રૂપિયાનું દાન આજે પણ સ્વીકારવામાં આવતું નથી. જે ઘણા વાયરલ વીડિયોમાં જોવા મળે છે.

ત્યારે મોગલ ધામની ગાદી પર બેઠેલા મણિધર બાપુ પણ જે ભક્તો દાન આપવા માંગે છે તેમાં એક રૂપિયો ઉમેરીને બહેન કે દીકરીને આપી દેવા માટે જણાવતા હોય છે. ત્યારે હાલ મોગલ ધામનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક દીકરાની માનતા પુરી થવા પર માતા અને તેમનો દીકરો મોગલધામ આવે છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે અમદાવાદના ઓઢવમાં રહેતા એક મા-દીકરો મોગલ માતાજીના ધામ આવે છે. ત્યારે ભક્તિ અમૃત ચેનલના રિપોર્ટર બહેન એ દીકરાને પૂછે છે કે તમારી કેવી માનતા હતી. ત્યારે તે વ્યક્તિ જણાવે છે કે મારી યુટ્યુબ ચેનલ બંધ થઇ ગઈ હતી, જેને પાછી લાવવા માટે મેં તમામ પ્રયત્ન કર્યા, પરંતુ પાછી આવી નહિ.

તે આગળ જણાવે છે કે મેં મોગલ માતાજીની માનતા માની અને બે દિવસમાં જ મારી ચેનલ પાછી આવી ગઈ, જેના કારણે તે તેની માતા સાથે મોગલધામમાં દર્શન કરવા માટે આવ્યો. આ ઉપરાંત તે એમ પણ જણાવે છે કે મને ઈશ્વરમાં એટલી શ્રદ્ધા નહોતી, પરંતુ મારી મમ્મીને મોગલધામમાં બહુ વિશ્વાસ હતો અને તેના કહેવાથી જ મેં આ માનતા રાખી હતી

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *