‘જેઠાલાલ’ પાસે છે આટલી સંપત્તિ, બોલિવૂડના ભલભલા એક્ટર પણ પડે ટૂંકા, જાણો આંકડો

‘જેઠાલાલ’ પાસે છે આટલી સંપત્તિ, બોલિવૂડના ભલભલા એક્ટર પણ પડે ટૂંકા, જાણો આંકડો

જેઠાલાલ’ એટલે કે દિલીપ જોશી 54 વર્ષના થઇ ગયા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં લાંબા સમય સુધી કામ કરીને ‘જેઠાલાલ ચંપકલાલ ગડા’ તરીકે લોકપ્રિય થયેલા દિલીપ જોશીનો જન્મ 26 મે 1968ના રોજ ગુજરાતના પોરબંદરના ગામડામાં થયો હતો. દિલીપ જોશીના જન્મદિવસ પર આવો જાણીએ જેઠાલાલ કેટલા રૂપિયાના માલિક છે અને કેટલી કમાણી કરે છે.

સંઘર્ષના દિવસોમાં દિલીપ જોશીએ બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. આ માટે તેઓને દરરોજ માત્ર 50 રૂપિયા મળતા હતા. દિલીપ જોશી જ્યારે મુંબઈ પહોંચ્યા ત્યારે તેમણે કામ મેળવવા માટે ઘણી મહેનત કરી હતી. તેઓએ 1989માં સલમાન ખાન અને ભાગ્યશ્રી અભિનીત ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં રામુ નામના પાત્રની નાની ભૂમિકા ભજવી હતી.

આ ફિલ્મ પછી દિલીપ જોશીને કામ મળવા લાગ્યું. ‘હમરાજ’, ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘ખિલાડી 420’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. આ દરમિયાન ટીવી શોમાં પણ કામ કરતા રહ્યા. પરંતુ દિલીપ જોશીને અસલી ઓળખ ત્યારે મળી જ્યારે તેમને વર્ષ 2008માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કર્યું. આ પછી સફળતા વિશે કોઈને કહેવાની જરૂર નથી. આજની તારીખમાં તે આ શોના સૌથી પ્રિય કલાકાર છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલીપ જોશી જેઠાલાલની ભૂમિકા ભજવવા માટે એક એપિસોડના બે લાખ રૂપિયા લે છે. સીરિયલમાં સૌથી વધુ પૈસા દિલીપ જોષીને મળે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ જેઠાલાલની કુલ સંપત્તિ 43 કરોડની આસપાસ છે.

દિલીપ જોશીને લક્ઝરી વાહનોનો પણ ખૂબ જ શોખ છે. તેમની પાસે 80 લાખની કિંમતની Audi Q7 કાર છે. દિલીપ જોશીના અંગત જીવનની વાત કરીએ તો તેમની પત્નીનું નામ જયમાલા જોશી છે. એક પુત્ર રિત્વિક જોષી અને એક પુત્રી નીતિ જોષી છે, જેના થોડા સમય પહેલાં લગ્ન થયા હતા.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *