પ્રેમમાં આંધળી બનેલી દીકરીએ જ પોતાની માતાને મોતને ઘાટ ઉતારી, દીકરીએ માતાને એવું દર્દનાક મોત આપ્યું કે… આખી ઘટના સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…

પ્રેમમાં આંધળી બનેલી દીકરીએ જ પોતાની માતાને મોતને ઘાટ ઉતારી, દીકરીએ માતાને એવું દર્દનાક મોત આપ્યું કે… આખી ઘટના સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…

તાલુકામાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં ગત શનિવારના રોજ મોડી રાત્રે જુનાગઢ તાલુકાના ઈવનગરમાંથી(Evnagar) એક મહિલાનું મૃતદેહ મળી આવ્યું હતું. ઘટનાની માહિતી મળ્યા બાદ જુનાગઢ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલી મહિલાનું નામ દક્ષાબેન ગોવિંદભાઈ બામણીયા હતું.

દક્ષાબેનનું મૃતદેહ જીવ લીધેલી હાલતમાં મળી આવ્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિમાં તો એવું લાગી રહ્યું હતું કે કોઈક અજાણ્યા વ્યક્તિએ ધારદાર વસ્તુ વડે દક્ષાબેનનો જીવ લઇ લીધો હશે. ત્યારે આ ઘટનાને લઈને એક ચોકાવનારો ખુલાસો થયો છે. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલી મહિલાનો જીવ બીજા કોઈએ નહીં પરંતુ પ્રેમમાં આંધળી બનેલી તેની જ સગી દીકરીએ લીધો છે. પોલીસે તો હાલમાં આરોપી દીકરીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

ડાબેથી મૃતક દક્ષાબેન અને હત્યારી દીકરી મીનાક્ષી.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૂળ ગીર સોમનાથ જિલ્લાના ભાલપર ગામની અને છેલ્લા સાત વર્ષથી જુનાગઢ તાલુકાના ઈવનગરમાં રહેતા 35 વર્ષેના દક્ષાબેન પોતાના પતિ અને સંતાનો સાથે રહે છે. ત્યારે ગત રવિવારે વહેલી સવારે 5:00 વાગ્યાની આસપાસ દક્ષાબેનનું મૃતદેહ મળી આવ્યું હતું. મળતી માહિતી અનુસાર ટ્રકના વ્હીલ પાનાથી દક્ષાબેનના માથાના ભાગે 17 થી પણ વધારે વખત પ્રહાર કરવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ થયા બાદ પરિવારના લોકોએ ઘટનાની માહિતી પોલીસને આપી હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દક્ષાબેનના પતિએ પોતાની કોઈની સાથે દુશ્મની ન હોવાની પણ ફરિયાદ લખાવી હતી. પછી તો બોલી છે આ ઘટનાને લઈને આગળની તપાસ શરૂ કરી દીધી હતી. તપાસના આધારે સૌ પ્રથમ પોલીસે પરિવારજનોની પૂછપરછ કરી હતી.

પરંતુ પોલીસને કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. પરંતુ તપાસ દરમિયાન પોલીસને દક્ષાબેનની દીકરી મીનાક્ષી ઉપર ખૂબ જ વધારે શંકા જવા લાગી હતી. ત્યાર પછી પોલીસે મીનાક્ષી ઉપર ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું હતું. શંકાના આધારે પોલીસે મીનાક્ષીને પૂછપરછ માટે બોલાવી હતી. આ દરમિયાન તે ભાંગી પડી હતી અને તેને પોતાનો ગુનો કબુલ કર્યો હતો. આરોપીએ ગુનો કબુલતા પોલીસને જણાવ્યું કે, તેને પોતાના જ ગામમાં રહેતા એક યુવાન સાથે પ્રેમ થઈ ગયો હતો અને આ યુવાન તેને મળવા માટે રાત્રે આવતો હતો.

અગાઉ પણ યુવાન સાથે મીનાક્ષીને તેની માતાએ પકડી લીધી હતી અને ઠપકો પણ આપ્યો હતો. જ્યારે શુક્રવારના રોજ મીનાક્ષીનો પ્રેમી તેને મળવા માટે આવ્યો ત્યારે આ વાતની જાણ દક્ષાબેનને થઈ ગઈ હતી. જેથી દક્ષાબેને પોતાની દીકરી મીનાક્ષીને ઠપકો આપ્યો હતો ત્યાર પછી બંને માં-દીકરી વચ્ચે માથાકૂટ થઈ ગઈ હતી. પછી તો મોડી રાત્રે મીનાક્ષી પોતાના ઘરના સીસીટીવી ફૂટેજ બંધ કરી દીધા અને પોતાની માતા ઉપર 17 વખત પ્રહાર કરીને માતાનો જીવ લઈ લીધો હતો.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *