ટમેટાની લારીએ ભાવતાલ કરતી મહિલા સાથે થયું એવું કે શાક માર્કેટમાં લોકો ભાગવા લાગ્યા, ટામેટાવાળાના તો હોશ ઉડી ગયા..!

ટમેટાની લારીએ ભાવતાલ કરતી મહિલા સાથે થયું એવું કે શાક માર્કેટમાં લોકો ભાગવા લાગ્યા, ટામેટાવાળાના તો હોશ ઉડી ગયા..!

અત્યારના ઝડપથી આગળ વધતા જતા આ સમયની અંદર દિન પ્રતિદિન ઘણી બધી ચીજ વસ્તુઓનું ધ્યાન રાખવું પડતું હોય છે, કારણ કે આ સમયમાં જો સહેજ પણ ધ્યાન ભંગ થાય એટલે આપણી સાથે કોઈ મોટી છેતરપિંડી થવી જશે તેવું લગભગ નક્કી સમજવું પડે છે, રોજિંદા જીવનમાં એવા ઘણા બધા માણસો આપણી નજર સામેથી પસાર થતા હોય છે..

કે જે આપણને અન્ય વાતોમાં પરોવી દઈને આપણી સાથે છેતરપિંડી કરવાની ઈચ્છા ધરાવતા હોય, જો આપણે સચેત રહેશું નહીં તો આવતીકાલે આપણી સાથે માટી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે, હાલ એક મહિલા સાથે કંઈક એવી જ એક ઘટના બની જવા પામી છે. લક્ષ્મીબેન નામની મહિલા તેના પતિ હિરેનભાઈની સાથે કૃષ્ણ કુંજ સોસાયટીમાં રહે છે..

લક્ષ્મીબેન બપોર પછીના સમયે પોતાની સોસાયટી થી થોડે દૂર આવેલી શાક માર્કેટમાં શાકભાજી લેવા માટે ગયા હતા, ત્યાં તેઓ ટમેટાની લારી ઉપર ભાવતાલ કરી રહ્યા હતા. ત્યારે તેમની સાથે એવી ઘટના બની કે, શાક માર્કેટમાં લોકો ભાગવા લાગ્યા હતા. આ ઉપરાંત ટમેટાની લારીવાળા વ્યક્તિના તો હોશ ઉડી ગયા હતા..

સૌ કોઈ લોકો ડોળા ફાડીને જોતાને જોતા જ રહી ગયા હતા, લક્ષ્મીબેન ટમેટાની લારીવાળા પાસે ટમેટાના ભાવને લઈને વાતચીત કરતા હતા અને ભાવતાલ કરતી વખતે તેમનું સંપૂર્ણ ધ્યાન ટમેટાની લારી ઉપર હતું. એવામાં પાછળથી બે યુવકો તેની પાસે આવ્યા અને લક્ષ્મી બેને ગળામાં પહેરેલા સોનાના ઘરેણાને આંચકીને ત્યાંથી જતા રહ્યા હતા..

લક્ષ્મીબેન અત્યારે વધતા જતા ટમેટાના ભાવને લઈ લારીવાળા સાથે ભાવતાલ કરતા હતા, અને એવામાં તેમનો અતિશય વધુ કિંમતનો સોનાનો હાર શાક માર્કેટ માંથી ચોર લુંટારા ચોરી કરીને જતા રહ્યા હતા. જ્યારે લોકોને ખબર પડી કે, શાક માર્કેટમાં સોનાના ઘરેણા ચોરી જનારાઓ બાઇક લઈને રખડી રહ્યા છે..

ત્યારે શાક માર્કેટમાં શાકભાજી લેતી તમામ મહિલાઓ ત્યાંથી ભાગદોડ કરવા લાગી હતી કારણ કે, મોટાભાગની મહિલાઓએ પોતાના ગળા ની અંદર કોઈને કોઈ ઘરેણા પહેર્યા હતા. ટમેટાની લારી વાળો તો જોતો ને જોતો જ રહી ગયો કે, તેની નજર સામે આ જોર લુંટારા ત્યાં નજીકમાં આવ્યા અને લક્ષ્મીના ગાળામાંથી હાર ખેંચીને ત્યાંથી ભાગવા લાગ્યા હતા..

ઘણા બધા લોકો બાઈક લઈને ભાગી રહેલા લુટારાની પાછળ પાછળ દોડવા લાગ્યા પરંતુ કોઈ પણ વ્યક્તિના હાથમાં આ લૂંટારો આવ્યો નહીં. વધતા જતા ટમેટાના ભાવના કારણે અત્યારે ઘણી બધી ગૃહિણીઓ ખૂબ જ પરેશાન છે, લક્ષ્મીબેન આ ભાવને ઓછા કરાવી રહ્યા હતા. પરંતુ ટમેટાના ભાવ કરતા અંદાજે હજાર ગણા વધારે ભાવ ધરાવતા સોનાના ઘરેણા ઉપર તેમનું ધ્યાન રહ્યું નહીં..

અને ચોર લુંટારા બાઇક લઈને ત્યાં આવ્યા અને આ ઘરેણું છીનવીને જતા રહ્યા હતા, શાકમાર્કેટની અંદર આ ઘટના બની જતા સૌ કોઈ લોકો સાવચે થયા તાત્કાલિક ધોરણે તેઓએ પોલીસને પણ આ ઘટનાની જાણકારી આપી હતી. પોલીસે શાકમાર્કેટમાં આવેલી કેટલીક દુકાનોની બહાર લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજો એકત્ર કરી અને આ લૂંટારાઓ ક્યાંથી આવ્યા છે..

અને ક્યાં જઈ રહ્યા છે, તેમજ આ નામચીન લૂંટારા છે કે, કોઈ નવી ગેંગ સક્રિય થઈ છે. આ તમામ બાબતોની માહિતી મેળવી રહી છે, લક્ષ્મીબેને ફરિયાદ નોંધાવી હતી, એ અનુસાર પોલીસે તપાસ પણ શરૂ કરી છે. અને આ લૂંટારાઓને પકડી પાડવામાં આવશે ઘટનાની જાણકારી જ્યારે લક્ષ્મીબેન ના પતિ હિરેનભાઈ સુધી પહોંચી ત્યારે બે ઘડી તો હિરેનભાઈ પણ મોઢું ફાડીને જોતા રહી ગયા હતા..

કારણકે તેઓએ લક્ષ્મી બહેનને સોના ચાંદીના દાગીના પહેરીને ઘરની બહાર નીકળવાની પણ મનાઈ ફરમાવી હતી, છતાં પણ લક્ષ્મીબેન શાકમાર્કેટ જેવી જાહેર જગ્યા ઉપર અતિશય વધુ કિંમતના સોનાના દાગીના પહેરીને જતા રહ્યા હતા અને પરિણામે તેમને ખૂબ જ પસ્તાવાનો વારો આવી ગયો હતો..

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *