ભારતને મળ્યો વધુ એક તાજ મહેલ, પ્રેમી-પ્રેમિકા માટે નહિ પરંતુ દીકરાએ પોતાની માતાની યાદમાં બનાવ્યો

મુઘલ સમ્રાટ શાહજહાંએ તેની પત્ની મુમતાઝની યાદમાં પ્રેમના પ્રતીક તરીકે તાજમહેલ (Taj mahal) નું નિર્માણ કર્યું હતું. ત્યારે હવે એક પુત્રને તેની માતાની યાદમાં કરોડો રૂપિયા ખર્ચીને બનાવેલ તાજમહેલ (Son built taj mahal memory of mother) ની પ્રતિકૃતિ મળી છે. આ મામલો તમિલનાડુના તિરુવરુર (Thiruvarur, Tamil Nadu) જિલ્લાનો છે, જ્યાં અમરુદિન શેખ દાઉદ (Amrudin Sheikh Dawood) નામના વ્યક્તિએ તેની માતાની યાદમાં તાજમહેલ જેવો મહેલ બનાવ્યો છે.
તમિલનાડુના તિરુવરુર જિલ્લામાં ભવ્ય તાજમહેલ જેવી રચનાના મહેલના વિડિયોએ ઘણાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. વર્ષ 2020 માં અમરુદ્દીને માંદગીના કારણે તેની માતા જેલાની બીવી ગુમાવી હતી, તે આ આઘાતમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કારણ કે તેની માતા તેના માટે દુનિયા હતી.
અમરુદ્દીનના જણાવ્યા મુજબ, તેની માતા શક્તિ અને પ્રેમનું પ્રતિક હતી, કારણ કે 1989 માં કાર અકસ્માતમાં તેણીએ તેના પતિને ગુમાવ્યા પછી તેના પાંચ બાળકોનો ઉછેર સરળ ન હતો. અમરુદ્દીનના પિતાનું અવસાન થયું તે સમયે તેની માતા માત્ર 30 વર્ષની હતી.
અમરુદિને કહ્યું કે, મારા પિતાને ગુમાવ્યા પછી મારી માતાએ અમારા સમુદાયમાં સામાન્ય પ્રથા હોવા છતાં ફરીથી લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો. તે સમયે હું અને મારી બહેનો ખૂબ જ નાના હતા. મારી માતાએ અમારા પરિવારની રક્ષા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. અમારી માતા અમારી કરોડરજ્જુ હતી અને તેણે અમારા પિતાની ભૂમિકા પણ ભજવી હતી.
માતાના અવસાનથી અમરુદિન તૂટી ગયા હતા
અમરુદિને કહ્યું કે, વર્ષ 2020 માં માતાના મૃત્યુ પછી મને વિશ્વાસ ન હતો કે તે અમને છોડીને જતી રઈ છે, મને હજી પણ લાગ્યું કે તે અમારી સાથે જ છે અને તેણે અમારી સાથે હોવું જોઈએ. અમારી પાસે તિરુવરુરમાં થોડી જમીન હતી અને મેં મારા પરિવારને કહ્યું કે હું મારી માતાને સામાન્ય દફનભૂમિને બદલે અમારી જમીન પર દફનાવવા માંગુ છું.
અમરુદિન સાથે વાત કરતા તેણે કહ્યું કે, મેં તેમને કહ્યું કે હું મારા કૃતજ્ઞતા અને પ્રેમની અભિવ્યક્તિ તરીકે તેમના માટે એક સ્મારક બનાવવા માગું છું. મારા પરિવારે તેને સહજતાથી સ્વીકારી લીધું. અમરુદિને આગળ કહ્યું, ‘મેં પણ વિચાર્યું કે મારે દરેક બાળકને કહેવું જોઈએ કે તેમના માતા-પિતા અમૂલ્ય છે, આજકાલ માતા-પિતા અને બાળકો અલગ-અલગ રહે છે. કેટલાક બાળકો તેમના વૃદ્ધ માતા-પિતાની સંભાળ પણ રાખતા નથી અને આ યોગ્ય નથી.
અમરુદિનએ નક્કી કર્યું કે તે તેની માતા માટે એક સ્મારક બનાવશે. આ પછી તેણે ‘ડ્રીમ બિલ્ડર્સ’નો સંપર્ક કર્યો જેણે તેને પ્રખ્યાત તાજમહેલની પ્રતિકૃતિ બનાવવાનું સૂચન કર્યું. જો કે તેણે શરૂઆતમાં આ સૂચન સ્વીકાર્યું ન હતું, પરંતુ તે પછીથી તેના માટે સંમત થયા કારણ કે તે માનતા હતા કે તેની માતા પણ તેના માટે “અજાયબી” છે. તાજમહેલ જેવા નિર્માણનું કામ 3 જૂન, 2021ના રોજ શરૂ થયું હતું.
200 મજૂરોએ કામ કર્યું
એક એકરમાં ફેલાયેલી 8000 ચોરસ ફૂટ જમીનમાં તાજમહેલની જેવી પ્રતિકૃતિ બનાવવા માટે 200 થી વધુ લોકોએ બે વર્ષ સુધી કામ કર્યું છે. તેને બનાવવામાં લગભગ સાડા પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. અમરુદિનએ કહ્યું કે મારી માતાએ 5-6 કરોડ રૂપિયા મુકીને ગઈ હતી, મને તે પૈસા જોઈતા ન હતા અને મેં મારી બહેનોને કહ્યું કે તે પૈસાથી હું અમારી માતા માટે કંઈક કરવા માંગુ છું અને તેઓ તેમાં સંમત થયા. તેણે હવે આ જમીન અને મકાન એક ચેરિટેબલ ટ્રસ્ટને આપી દીધું છે. તેમની માતાના સ્મારક ઉપરાંત બિલ્ડીંગ વિસ્તારમાં મુસ્લિમો માટે નમાજ પઢવા માટેની જગ્યા પણ બનાવવામાં આવી છે. આ બિલ્ડિંગમાં મદરેસાના ક્લાસ પણ ચાલી રહ્યા છે.
અમરુદિને કહ્યું કે તે ટૂંક સમયમાં બધા માટે ભોજન પૂરું પાડવાનું પણ આયોજન કરી રહ્યો છે. અમરુદિને કહ્યું કે ધર્મ, જાતિ વગેરેને ધ્યાનમાં લીધા વગર કોઈપણ વ્યક્તિ આ ઈમારતમાં પ્રવેશી શકે છે. ત્યારે તેના પરિવારના સભ્યો આને લઈને ખુશ છે, ત્યારે ચેન્નાઈના આ બિઝનેસમેનને પણ ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
તેણે કહ્યું, “કેટલાક લોકો પૂછે છે કે મેં આટલા પૈસા કેમ વેડફ્યા, તેઓ કહે છે કે હું ગરીબોને પૈસા આપી શક્યો હોત, પરંતુ હું બતાવવા માંગતો હતો કે મારી માતા મારા માટે સર્વસ્વ છે, તેણે અમારા માટે શું કર્યું છે અને તેની સરખામણીમાં બીજું કંઈ મહત્વનું નથી.