સ્કુટી પર ઘરે જઈ રહેલા પરિવારને 100ની સ્પીડમાં આવતી સ્કોર્પિયો કારે કચડી નાખ્યો, માં-બાપ અને બે બાળકોનું કરુણ મોત… જુઓ મોતનો લાઈવ વિડિયો…

સ્કુટી પર ઘરે જઈ રહેલા પરિવારને 100ની સ્પીડમાં આવતી સ્કોર્પિયો કારે કચડી નાખ્યો, માં-બાપ અને બે બાળકોનું કરુણ મોત… જુઓ મોતનો લાઈવ વિડિયો…

સમગ્ર દેશભરમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે મંગળવારના રોજ રાત્રિના સમયે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક સ્કોર્પિયો કાર ચાલકની બેદરકારીના કારણે પરિવારના 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર ઝડપી સ્કોર્પિયો કારે સ્કુટી પર સવાર પરિવારને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે સ્કુટી પર સવાર પતિ-પત્ની અને તેમના બંને બાળકો લગભગ 100 મીટર સુધી રોડ ઉપર ઘસડાયા હતા. ત્યાર પછી સ્કોર્પિયો કાર એક થાંભલા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં એક જ ઝટકામાં પરિવારના ચાર સભ્યોના મોત થયા છે.

આ ઘટના લખનઉમાં મંગળવારના રોજ રાત્રિના સમયે 2.30 વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાના સીસીટીવી પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સ્કુટીના નંબર અને મોબાઈલની મદદથી મૃત્યુ પામેલા ચારેય લોકોની ઓળખ કરી હતી.

આ ઘટનામાં રામસિંહ, તેની પત્ની જ્ઞાની દેવી, અને 14 અને 10 વર્ષના બાળકોનું મોત થયું છે. બાળકોના નામ હજુ સુધી જાણવા મળ્યા નથી. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે મંગળવારના રોજ પરિવારના ચારેય સભ્યો એક સંબંધીના ઘરેથી સ્કુટી લઈને ઘરે આવી રહ્યા હતા. આ દરમિયાન ઝડપે આવતી સ્કોર્પિયો કારે સ્કુટીને જોરદાર ટક્કર લગાવી હતી.

ભયંકર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યાર પછી અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા પરિવારના ચારેય સભ્યોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે ચારેયની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કારના નંબરના આધારે એક વ્યક્તિની અટકાયત કરી લીધી છે અને અકસ્માતની ઘટના બની ત્યારે કારમાં કોણ અને કેટલા લોકો હાજર હતા તેની પૂછપરછ હાલમાં ચાલી રહી છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *