વડોદરામાં પ્રેમિકાએ પોતાના પ્રેમી સાથે મળીને પૂર્વ પ્રેમીઓનું જીવ લઈ લીધો, પૂર્વ પ્રેમીને મળવા બોલાવીને તેની સાથે કંઈક એવું કર્યું કે… જો હિંમત હોય તો જ આગળ વાંચજો…

વડોદરામાં પ્રેમિકાએ પોતાના પ્રેમી સાથે મળીને પૂર્વ પ્રેમીઓનું જીવ લઈ લીધો, પૂર્વ પ્રેમીને મળવા બોલાવીને તેની સાથે કંઈક એવું કર્યું કે… જો હિંમત હોય તો જ આગળ વાંચજો…

માં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પ્રેમિકાએ પોતાના પ્રેમી સાથે મળીને પૂર્વ પ્રેમીનું જીવ(Vadodara Ex-lover murder) લઇ લીધો છે. મળતી માહિતી અનુસાર પ્રેમિકાએ પોતાના પૂર્વ પ્રેમીને પકડી રાખ્યું અને પછી પ્રેમીએ ધારદાર વસ્તુ વડે પૂર્વ પ્રેમી ઉપર પ્રહાર કરીને તેનો જીવ(Ex-lover murder) લઈ લીધો હતો.

પ્રહલાદના પરિવારજનો હોસ્પિટલે આવ્યા.
હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને બાપોદ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને આરોપીઓની અટકાયત કરી છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલ કૃષ્ણનગર રામદેવ નગરીની બાજુમાં રહેતા અશોકભાઈ તુલસીદાસ યાદવ નામના 50 વર્ષના વ્યક્તિએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધ ને જણાવ્યું છે કે, મારા દીકરા પ્રહલાદનો પાર્થ નામના છોકરાએ અને પલક નામની છોકરીએ જીવ લઈ લીધો છે.

પાર્થ પ્રહલાદને અવારનવાર ફોન પર ધમકી આપતો (ફાઈલ તસવીર)

પ્રહલાદ દોઢ વર્ષ પહેલા પલક સાથે પ્રેમ સંબંધમાં હતો. ત્યારબાદ પલકની વાઘોડિયા રોડ ઉપર રહેતા પાર્થ નામના વ્યક્તિ સાથે મિત્રતા થઈ ગઈ હતી. જેના કારણે મારા દીકરા પ્રહલાદ અને પાર્થ વચ્ચે અવારનવાર આ અંગે ફોન વચ્ચે બોલાચાલી થતી હતી. ત્યારે ગઈકાલે 15 જૂનના રોજ હું અને મારો દીકરો પ્રહલાદ ઘરે હાજર હતા. આ વખતે મારા દીકરો કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. મેં પૂછ્યું હતું કે તું કોની સાથે વાત કરે છો.

ત્યારે મારા દીકરાએ કહ્યું હતું કે પાર્થ નો ફોન છે અને પાર્થ અને પલક મને મળવા માટે બોલાવે છે. જેથી હું તેઓને મળવા માટે જાઉં છું. તેમ કહીને પ્રહલાદ રાત્રે 11:30 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી ગયો હતો. ત્યાર પછી રાત્રે 2:30 વાગ્યાની આસપાસ પૂનમ નગરમાં રહેતા સુધાકર ભાઈ અને ગજેન્દ્રભાઈ મારા ઘરે આવ્યા હતા.

હોસ્પિટલમાં પરિવારજનો એકત્ર થયા.
તેમને મને જણાવ્યું કે, પૂનમનગર જ્ઞાનનગર એપારમેન્ટ ની બાજુમાં તમારો દીકરો પડેલો છે. જેથી હું પૂનમ નગર ખાતે પહોંચી ગયો હતો અને જોયું તો ત્યાં લોકોનું ટોળું એકઠું હતું અને મારો દીકરો પ્રહલાદ ઇજાગ્રસ્ત હાલતમાં ત્યાં પડેલો હતો. તેનો મિત્ર અજય મારા દીકરાનું માથું ખોળામાં નાખીને બેઠો હતો મારો દીકરો બેભાન હાલતમાં ત્યાં પડ્યો હતો.

ત્યારબાદ 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પછી ઇએમટીએ પ્રહલાદ ની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી અને પ્રહલાદના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું. હાલમાં તો પોલીસે પાર્થ પરમાર નામના યુવક અને અને પલક ઠાકોર નામની યુવતી સામે ફરિયાદ નોંધને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *