જાણો એવું તો શું થયું કે…., સુરતમાં 9 વર્ષીય બાળક ઘરેથી સાયકલ લઈને નીકળ્યો ને ઘરે પહોચ્યો મૃતદેહ, પરિવારમાં છવાયો શોકનો માહોલ

જાણો એવું તો શું થયું કે…., સુરતમાં 9 વર્ષીય બાળક ઘરેથી સાયકલ લઈને નીકળ્યો ને ઘરે પહોચ્યો મૃતદેહ, પરિવારમાં છવાયો શોકનો માહોલ

સુરત જિલ્લાના દામકા ગામના તળાવમાં 9 વર્ષેના બાળકનું ડૂબી જવાથી મોત થયું છે. બાળક ઘરેથી સાયકલ લઈને નીકળી ગયો હતો. ત્યારપછી તે તળાવમાં(9 year child died in surat) નાહવા પડતા તે મોતને ભેટી ચુક્યો હતો. મોટા દીકરાના મોતથી પરિવારમાં શોખનો માહોલ છવાઈ ગયો છે.

સુરત જિલ્લામાં આવેલા દામકા ગામમાં મૂળ બિહારના રણજીતસિંહ પરિવાર સાથે રહે છે. છેલ્લા ચાર વર્ષથી ભાડાના મકાનમાં રહેતા હતા અને પોતે મજૂરી કામ કરી પોતાના પરિવાર ગુજરાન ચલાવી રહ્યા હતા. તેમના પરિવારમાં બે બાળકો છે. મોટા બાળકનું નામ ગોલુ કુમાર છે નવ વર્ષનો છે તે નજીકમાં આવેલી સ્કૂલમાં અભ્યાસ કરે છે.

ગઈકાલે ગોલુ ઘરેથી સાયકલ લઈને નીકળી ગયો હતો. ઘણો સમય થયો છતાં તે ઘરે આવ્યો ન હતો.તેથી પરિવારના લોકોને ચિંતા થવા લાગી હતી. તેથી પરિવારના લોકોએ તેને આજુબાજુમાં ગોત્વનો પ્રયાસ કર્યો હતો.તે દરમિયાન ગોલુ તળાવમાં ડૂબી ગયો હોવાથી પરિવારને જાણ થઈ હતી. ત્યાર પછી ને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ગોલુના મૃતદેહ ને જોય પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

મૃતક ગોલુ પરિવારનો મોટો દીકરો હતો જેનું ડૂબી જવાથી મોતને પેઢતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. કોલોનો હૃદયને પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *