જૂનાગઢમાં વહુના ચરિત્ર પર શંકા રાખી સસરાએ ગળે દુપટ્ટો બાંધી મોતને ઘાટ ઉતારી દીધી…ખેતી કામ માટે જાય એ નહોતુ પસંદ

ગુજરાતમાં ઘણી વાર શરમજનક ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં ઘણીવાર પ્રેમ સંબંધોને કારણે તો ઘણીવાર ક્રોધમાં આવીને લોકો હત્યા કરી દેતા હોય છે આવી જ એક ઘટના જૂનાગઢના ભેસાણના ચણાકા ગામેથી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પહેલા હત્યા કર્યા બાદ તેને આત્મહત્યા માં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સસરાએ પુત્રવધુ ના ચારિત્ર પર શંકા રાખ્યા બાદ તેની ખૂબ જ દર્દનાક રીતે માથાના ભાગમાં બોથડ પદાર્થના ફટકા મારી તેને આત્મહત્યા માં ફેરવતા ગળાફાંસો આપી બચવાનો પ્રયાસ કર્યો હતો.
તેથી જ તેણે લાશ ને પંખા સાથે બાંધી દીધી હતી પરંતુ આ તમામ વાતનો ખુલાસો પોસ્ટમોર્ટમ દ્વારા બહાર પડ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી તેના સસરાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ કરી હતી મળતી માહિતી અનુસાર જૂનાગઢના ભેસાણના ચણાકા ગામે રહેતા રસીલાબેન ના સુરત ખાતે રહેતા તેના પુત્રે તેના મામાને ફોન કર્યો હતો પરંતુ તેની માતાનો ફોન બંધ આવતા તેના મામા તાત્કાલિક ચણાકા ગામે પહોંચ્યા હતા. પરંતુ અનેક પ્રયાસો છતા તેની બહેને દરવાજો ખોલ્યો ન હતો તેથી તેણે તુરંત જ પોલીસને જાણ કરી હતી તેથી પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી દરવાજો તોડી અંદર પહોંચી હતી જ્યાં તેને રસીલાબેન મૃત હાલતમાં મળી આવ્યા હતા.
તેનો ચુંદડી નો અડધો ટુકડો ગળામાં તો અડધું ટુકડો પંખા ઉપર મળી આવ્યો હતો પરંતુ મૃતદેહ ને જોતા ની સાથે જ પોલીસને શંકાસ્પદ વાત લાગી હતી તેથી તેણે મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. થોડા સમય માટે પોલીસે તેના ભાઈએ જ તેની બહેનની હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી હતી પરંતુ પોસ્ટમોર્ટમ થયા બાદ પોલીસે વધુ તપાસ કર્યા બાદ તેના સસરાની ધરપકડ કરી હતી. વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે રસીલાબેન તેના ગામમાં ખેત મજૂરી કરે તે તેને પસંદ ન હતું તેના ચારિત્ર પર તેને અવારનવાર શંકા થતી હતી. તેના કારણે જ તેમને તેની હત્યા કરી હતી.
ત્યારબાદ તેના બચાવ માટે તેના મૃતદેહને પંખે લટકાડી દીધો હતો જો કે રસીલાબેન ના પતિનું પાંચ વર્ષ પહેલા જ એક અકસ્માતમાં મોત થયું હતું તેથી જ તેઓ તેના સસરા સાથે અલગ રહેતા હતા મૃતક મહિલાના બે પુત્રો છે જેમાંથી એક સુરતમાં રહે છે જ્યારે નાનો દીકરો તેના સાસુ સસરા સાથે રહે છે જો કે આ સમાચાર મળતાની સાથે જ બંને પુત્રો ને મા ની મમતા ગુમાવવાનો વારો આવ્યો હતો. બંને પુત્રો માથે ખૂબ જ નાની ઉંમરમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.