ચોટીલામાં દીકરાના ઝઘડામાં વચ્ચે પડેલી માતા ઉપર આરોપીએ ટ્રક ચડાવી દીધો… દીકરાની નજર સામે માતાનું કરુણ મોત… ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

ચોટીલામાં બનેલી એક હૈયુ હજમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ચોટીલાના નાનાકાંઘાસર ગામે જુના ઝઘડાના મન દુઃખને લઈને બોલાચાલીનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં ઉશ્કેરાટમાં ત્રણ લોકો ઉપર ટ્રક ચડાવી દેવામાં આવ્યો હતો. જેમાંથી એક મહિલાનું ઘટનામાં મોત થયું છે. જ્યારે અન્ય બે લોકોને સારવાર માટે સૌપ્રથમ ચોટીલા અને પછી રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, જુની અદાવતનો ખાર રાખીને મેણીયા પરિવારના શખ્સ દ્વારા બાવાજી પરિવાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા. ગામમાં ગોવિંદભાઈ વિષ્ણુદાસ ગોંડલીયા તેમના પરિવાર સાથે રહે છે. તેમની બાજુમાં રામશીભાઈ શિવાભાઈ મેણીયા રહે છે.
આ બંનેના પરિવાર વચ્ચે વારંવાર કંઈકને કંઈક આ કારણોસર ઝઘડો થતો રહેતો હતો. મળતી માહિતી અનુસાર ગોવિંદભાઈ ગોંડલીયાની પત્ની આશાબેન સાથે શુક્રવારના રોજ રાત્રે ઝઘડો થતાં રામશીભાઈની પત્ની અને દીકરાએ આશાબેનની ધુલાઈ કરી હતી. આ ઘટના બનતા જ બીજા દિવસે સવારે ફરીથી ઝઘડો થયો હતો.
જેના કારણે રામશીભાઈ અને તેનો દીકરો અશ્વિન લોખંડની પાઇપ અને ધારદાર વસ્તુ લઈને ગોવિંદભાઈ ગોંડલીયા અને ગોપાલભાઈ ગોંડલીયા અને મંજુબેન ગોંડલીયા ઉપર તૂટી પડ્યા હતા. આ દરમિયાન ગુસ્સામાં ભરાયેલા રામશીભાઈએ પોતાના હવાલા નો ટ્રક બહાર કાઢીને સાઈડમાં રાખ્યો અને તે તેમના ઘર પાસે લાવીને ગોંડલીયા પરિવાર ઉપર ચડાવી દીધો હતો.
આ ઘટનામાં ગોવિંદભાઈના માતાશ્રી મંજુબેનનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે ગોવિંદભાઈ અને ગોપાલભાઈ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને સૌપ્રથમ સારવાર માટે ચોટીલા ની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.
હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટના બની ઘટનાના બંને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતી. ત્યારબાદ પોલીસે બંનેની અટકાયત કરી હતી.