અમદાવાદમાં સિનિયર સિટિઝન મહિલાઓએ મેટ્રો ટ્રેનમાં ભજન કર્યાં, સમગ્ર મેટ્રો બની ભક્તિમય…

અમદાવાદમાં સિનિયર સિટિઝન મહિલાઓએ મેટ્રો ટ્રેનમાં ભજન કર્યાં, સમગ્ર મેટ્રો બની ભક્તિમય…

અમદાવાદ મેટ્રો રંગાઈ ભક્તિના રંગમાં: અમદાવાદમાં સિનિયર સિટિઝન મહિલાઓએ મેટ્રો ટ્રેનમાં ભજન કર્યાં, ગરબાની રમઝટ બોલાવી

અમદાવાદની મેટ્રોમાં હવે મુસાફરી કરવી ખૂબ સરળ બની રહી છે. રોજ સેંકડો લોકો મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે. પૂર્વ વિસ્તારમાં એક ભજનમંડળી એક જગ્યાએથી બીજી જગ્યાએ મેટ્રો ટ્રેનમાં બેસી જઇ રહી હતી.

આ દરમ્યાન રસ્તામાં જ સિનિયર સિટિઝન મહિલાઓએ મેટ્રોમાં ભજન શરૂ કરી દીધાં હતાં. મહિલાઓનો ભજનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. સાથે જ લોકો આ વિડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

ભજનમંડળીએ મેટ્રોમાં ભજન કર્યાં
શહેરના વસ્ત્રાલ વિસ્તારમાંથી મેટ્રોમાં બેઠેલી ભજનમંડળી અન્ય જગ્યાએ જઈ રહી હતી ત્યારે તેમની સાથે ઢોલ પણ હતું. મેટ્રોમાં બેસીને મહિલાઓએ રસ્તામાં જ ભક્તિ શરૂ કરી હતી.

સિનિયર સિટિઝન મહિલાઓએ મેટ્રો ટ્રેનમાં ભજન શરૂ કરી દીધાં હતાં. મહિલાઓ ઢોલ વગાડીને ભજન કરી રહી હતી. કેટલીક મહિલાઓ ભજનના તાલે ઝૂમી પણ ઊઠી હતી. ગઈકાલે બપોરનો આ વીડિયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થયો છે.

ભજન ગાતી મહિલાઓના વીડિયો યુવાઓએ મોબાઈલમાં ઉતાર્યા
મહિલાઓને ભજન કરતી જોઈ આજુબાજુના લોકો પણ સાથે તાળીઓ પાડી રહ્યા હતા.

મહિલાઓને ભજન કરતાં જોઈ યુવાઓ પણ માહિલાઓનો મોબાઈલમાં વીડિયો લઈ રહ્યા હતા. મહિલાઓ ભજન કરવાથી મેટ્રો ટ્રેન પણ ભક્તિમાં રંગાઈ હતી. આસપાસના લોકો પણ ધીમે ધીમે ભજનમાં જોડાયા હતા.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *