લ્યો બોલો..! જો આ જગ્યાએ પાણીપુરી ખાવી હશે તો બતાવવું પડશે આધાર કાર્ડ, જાણો આવું તો શા માટે… જુઓ વિડિયો

દુનિયાભરમાં ફૂડ લવર્સની કોઈ કમી નથી, દુનિયાભરમાં ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં સ્વાદને ધ્યાનમાં રાખીને ફૂડ બનાવવામાં આવે છે અને લોકો ત્યાં આનંદ માણવા માટે પણ જાય છે. આજ કારણ છે કે ખાવાની બાબતમાં દરેક વ્યક્તિના સ્વાદને ધ્યાનમાં રાખીને બજારોમાં વધુને વધુ સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થો આવતા રહે છે.
બીજી તરફ આજકાલ સ્ટ્રીટ વિક્રેતાઓ પણ નવા ફ્લેવરની શોધમાં ખાદ્ય પદાર્થો નો આડકતરા પ્રયોગ કરવામાં ખચકાતા નથી. જોકે બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકની ફૂડની પસંદગી અલગ અલગ હોઈ શકે છે. પરંતુ એક વસ્તુ એવી છે જે દરેકની ફેવરેટ છે અને તે છે પાણીપુરી,
જે એક એવું ફાસ્ટ ફૂડ છે જેના માટે લોકો લાંબી લાઈનમાં પણ ઉભા રહે છે. હંમેશા પાણીપુરી માટે તો સૌ કોઈ પૈસા ખર્ચવા તૈયાર હોય છે ત્યારે હાલમાં જ પાણીપુરી સંબંધિત એક એવો વિડિયો વાયરલ થયો છે. જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો અને હસતા હસતા તમારી હાલત પણ ખરાબ થઈ જશે.
કારણ કે આ જગ્યાએ પાણીપુરી ખાવા માટે આધાર કાર્ડ બતાવવું પડે છે, જો આધાર કાર્ડ ન હોય તો તેમને પાણીપુરી આપવામાં આવતી નથી. અને બીજી ખાસ વાત એ છે કે અહીં આધાર કાર્ડ સાથે માત્ર પુરુષો જ પાણીપુરી ખાઈ શકે છે અહીંયા કોઈ સ્ત્રીઓને પાણીપુરી આપવામાં આવતી નથી.
પાણીપુરી ખાવા માટે પણ આધાર કાર્ડ બતાવવું પડે તે પહેલી વાર સાંભળ્યું હશે પરંતુ આ એક સાચી ઘટના છે. જ્યાં પાણીપુરી વાળાને આધાર કાર્ડ બતાવવામાં આવે છે અને તે પાણીપુરી આપે છે. આ ઘટનાનો વિડીયો જોઈને લોકોને નવાઈ લાગશે પરંતુ અમુક લોકોને તો હસવું પણ આવશે.