વડોદરામાં પતિએ પત્નીનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી, પછી પોતે ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું… અઢી વર્ષનો બાળક માં-બાપ વગરનો થઈ ગયો…

વડોદરામાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ શિવાલય હાઈટ્સના છઠ્ઠા માળે 603 નંબરના ઘરમાંથી પત્ની અને પત્નીનું મૃતદેહ મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે પતિ-પત્નીના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
મર્દાના તાકાત માં થયો છે ઘટાડો ? બધા પુરુષો આનો ઉપયોગ કરે છે
આજરોજ સવારે બંનેનું પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું કે પત્નીનું ગળું દબાવોના કારણે શ્વાસ રૂંધાવાથી મોત થયું છે. આથી એવું કહી શકાય છે કે પતિએ પોતાની પત્નીનું ઘણું દબાવીને તેનો જીવ લઈ લીધો હશે અને ત્યારબાદ પતિએ પોતે ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હશે.
ઘરમાં પડેલા દંપતિના મૃતદેહો
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા પતિનું નામ આશિષ છે અને તેની પત્નીનું નામ આરતી છે. ઘરમાંથી આશિષનું મૃતદેહ ફાસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું અને તેની પત્ની આરતીનું મૃતદેહ જમીન પર પડેલું હતું. આ દરમિયાન બંનેનો અઢી વર્ષનો દીકરો બંનેના મૃતદેહ પાસે રમી રહ્યો હતો.
આ બિલ્ડીંગમાં હત્યા અને આપઘાતનો બનાવ
આ દ્રશ્યો પડોશમાં રહેતી એક છોકરીએ જોયા હતા. ત્યારબાદ તેને આ ઘટનાની જાણ પોતાની મમ્મીને કરી હતી અને પછી આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. હાલમાં તો પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આશિષએ સૌપ્રથમ પોતાની પત્ની આરતીનું દબાવીને તેનો જીવ લઈ લીધો હશે અને ત્યારબાદ તેને પોતે ગળાફાંસો ખાઈ લીધો હશે.
મોતને ઘાટ ઉતારાયેલી આરતીની ફાઇલ તસવીર
પરંતુ સવાલ એ ઉભો થાય છે કે આશિષ એ શા માટે આવું કર્યું હશે? આ ઘટના પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ જાણવા મળી રહ્યું છે કે આશિષ દરરોજ પોતાની પત્નીને ઘરમાં પૂરીને જતો હતો.
એના ઉપરથી એવું જાણવા મળી રહ્યું છે કે આશિષ પોતાની પત્ની ઉપર શંકા કરતો હતો. આશિષ ખાનગી બેંકમાં પટાવાળા તરીકે ફરજ બજાવતો હતો અને નોકરી પરથી ઘરે આવીને તે વડાપાવની લારી પણ ચલાવતો હતો. આ ઘટનાના કારણે અઢી વર્ષના બાળકે માતા પિતાની છત્રછાયા ગુમાવી છે.