એક સમયે ૫૦૦ રૂપિયાની નોકરી કરનાર આ પટેલભાઈએ કેવી રીતે ઊભી કરી 1500 કરોડની કંપની…

એક સમયે ૫૦૦ રૂપિયાની નોકરી કરનાર આ પટેલભાઈએ કેવી રીતે ઊભી કરી 1500 કરોડની કંપની…

કહેવાય છે ને માણસ ધારે તો કોઈપણ કામ અઘરું નથી હોતું,સાથે જ જો સૂઝબૂઝ થી કામ કરવામાં આવે તો કોઈપણ કામમાં મંદી નડતી નથી તમને એમ થતું હશે કે આ શું મોટીવેશનલ સ્પીકર જેવી ખોટી વાતો કરે છે પરંતુ એવું નથી.

માત્ર જીવન જીવવામાં જ નહિ પોતાના ધંધામાં પણ ઘણા લોકોએ નિષ્ફળતા બાદ સફળતા મેળવ્યા હોવાના ઉદાહરણો આ દુનિયામાં છે આવું જ એક ઉદાહરણ છે psp કંપનીના માલિક પ્રહલાદ ભાઈ સુરતનો ડાયમંડ બ્રુસ અને પીએમ મોદીની ઓફિસ બનાવનાર પ્રહલાદ ભાઈ મૂળ તો એક ખેડૂતના દીકરા છે.

પરંતુ શિસ્ત,ધગશ અને મહેનત થી તેમને સિવિલ એન્જિનિયર ક્ષેત્રમાં ૧૪ વર્ષમાં જ અપાર નામના મેળવી લીધી છે પ્રહલાદ ભાઈની વાત કરીએ તો તે ત્રણ ભાઈઓમાં સૌથી નાના હતા તેમના પિતાએ ગામડામાં ૪ ધોરણ ભણાવ્યા બાદ તેમને બાલાછડી સૈનિક શાળામાં મોકલી દીધા હતા.

અહી અભ્યાસ કરતા કરતા પ્રહલાદ ભાઈએ શિસ્ત ઈમાનદારી ધગશ જેવા ગુણ કેળવી લીધા હતા પોતાના ગામના એક સિવિલ એન્જિનિયરને જોઈ તે પણ સિવિલ એન્જિનિયર બનવાના સપના સાથે મોરબીની સિવિલ એન્જિનિયર કોલેજમાં અભ્યાસ માટે ગયા.

કોલેજના અભ્યાસ બાદ તેમને સારી કંપનીમાં નોકરી પણ મળી ગઈ ત્યાં તે સમયે તેમનો પગાર ૫૦૦ રૂપિયા હતો માહિતી અનુસાર પ્રહલાદ ભાઈએ થોડા સમય બાદ કંપની છોડવાની વાત કરતા કંપનીના માલિકે તેમને ૪૦ ટકાના ભાગીદાર બનાવી લીધા હતા.

પરંતુ પ્રહલાદ ભાઈને કંપનીની બેદરકારી ગમતી ન હતી જેને લીધે તેમને વર્ષ ૨૦૦૬માં ૨ લાખના રોકાણ સાથે પોતાની કંપનીની શરૂઆત કરી આ સમયે સિવિલ એન્જિનિયર ક્ષેત્રમાં મંદી ચાલી રહી હતી પરંતુ પ્રહલાદ ભાઈએ હાર ન માની.

સારી બાબત એ હતી કે પ્રહલાદ ભાઈને જૂની કંપનીના ગ્રાહકો તેમજ કર્મચારીઓનો પૂરતો સાથ મળી રહ્યો હતો. શરૂઆતમાં નાના કામ કરતા પ્રહલાદ ભાઈને અમદાવાદમાં ૭૦૦ બેડની હોસ્પિટલ બનાવવાનો મોકો મળ્યો જેમાં ખરા ઉતર્યા બાદ આજ દિન સુધી પ્રહલાદ ભાઈએ પાછું વળી જોયું નથી.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *