2000ની નોટો માટે ‘શહીદ’ થયું ગુલ્લક, બે ઢીંગલીએ એટલા રૂપિયા ભેગા કરી નાખ્યા કે જોઇને ભાન ભૂલી ગયા લોકો

2000ની નોટો માટે ‘શહીદ’ થયું ગુલ્લક, બે ઢીંગલીએ એટલા રૂપિયા ભેગા કરી નાખ્યા કે જોઇને ભાન ભૂલી ગયા લોકો

ભૂતકાળમાં ભારતમાં જાહેરાત કરવામાં આવી હતી કે, સપ્ટેમ્બર પછી 2000ની નોટ બંધ થઇ જશે. આ પછી લોકોએ પોતાની પાસે રહેલી બે હજારની નોટો બેંકમાં જમા કરવાનું કાર્ય શરુ કરી દીધું હતું. કેટલાક લોકો 2000ની નોટને બેંકોમાં વટવવામાં વ્યસ્ત છે.

ત્યારે ઘણા લોકો ખરીદી કરીને 2000ની નોટથી છુટકારો મેળવી રહ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર બે યુવતીઓએ તેમની પિગી બેંકમાં રાખેલી બે હજારની નોટો બહાર કાઢતો વીડિયો બનાવ્યો હતો. જેમાં યુવતીઓએ તેમની પિગી બેંકમાંથી બે હજાર રૂપિયાની નોટો કાઢી હતી. પરંતુ કોઈ અન્ય કારણોસર લોકોના હોશ ઉડી ગયા હતા.

આ જાહેરાત બાદ છોકરીઓએ તેમની પિગી બેંકો તોડવી પડી હતી. પિગી બેંકોની અંદરથી બે હજારની નોટો કાઢવ માટે છોકરીઓએ તેમની પિગી બેંકો તોડવી હતી. સપ્ટેમ્બર પછી 2000ની નોટનું કોઈ મૂલ્ય રહેશે નહીં. આ કારણે બંનેએ પોતાની પિગી બેંક તોડવી પડી હતી.

પરંતુ પિગી બેંક તોડ્યા પછી જે જોયું તે લોકો વિશ્વાસ કરી શક્યા નહીં. અંદર માત્ર પાંચસો અને બે હજારની નોટોથી પિગી બેંકો ભરેલો હતો. આ જોઈને ઘણા લોકોની આંખો છલકાઈ ગઈ હતી. કોઈ માની ન શકે કે છોકરીઓએ તેમની પિગી બેંકમાં આટલા બધા પૈસા બચાવ્યા હશે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોની શરૂઆતમાં છોકરીઓએ તેમની પિગી બેંક બતાવી હતી. જેમાં પિગી બેંક પર લખવામાં આવ્યું હતું – 2 હજારની નોટ માટે મારે શહીદ થવું છે. આ પછીએક છોકરીએ માટીની પિગી બેંક નીચે ફેંકી દીધી. માત્ર અને માત્ર પાંચસો અને બે હજારની નોટો અંદરથી બહાર આવી. આ જોયા બાદ લોકોના હોશ ઉડી ગયા હતા. અંદર કેટલીક ગુલાબી નોટો પણ હતી. આ માટે જ છોકરીઓએ તેમની પિગી બેંકો તોડી નાખી હતી.

આ વીડિયો સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. તેને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે. વીડિયો જોયા બાદ ઘણા લોકોએ તેના પર કમેન્ટ કરી છે, એક વ્યક્તિએ લખ્યું કે તેના બેંક ખાતામાં આટલા પૈસા પણ નથી ત્યારે બીજી વ્યક્તિએ ટિપ્પણી કરી કે તે તેની પિગી બેંકમાં સવારે પાંચ રૂપિયા મૂકે છે અને રાત્રે બહાર કાઢે છે. આ છોકરીઓની બચત જોઈને દરેકને આશ્ચર્ય થાય છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *