નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચતા જ ગુજરાતીઓને મળ્યો આ ફાયદો હવે અમેરિકાના વિઝા માટે આ શહેરમાં ખુલશે ઓફિસ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ ભારત માટે બ જ મહત્વનો માનવામાં આવે છે. ત્યારે એવામાં હાલ ગુજરાત માટે એક ખુબજ સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવે અમેરિકાનું દૂતાવાસ અમદાવાદમાં પણ શરૂ થવાનું છે અને તેને પગલે હવે ગુજરાતીઓએ વિઝા(US Visa in Gujarat) માટે મુંબઈ સુધી લાંબુ થવું નહીં પડે. મળતી માહિતી અનુસાર અમેરિકાનું દુતાવાસ અમદાવાદ ઉપરાંત બેંગલોરમાં પણ શરૂ થશે.
ભારતે કેટલા લાંબા સમયથી અમેરિકા પાસે એક માંગનો પ્રસ્તાવ મુક્યો હતો. ત્યારે હવે અમેરિકાએ ભારતની લાંબા સમયથી પેન્ડિંગ રહેલી માંગણીને સ્વીકારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકા જવા માગતા ગુજરાતીઓએ હવે વિઝા લેવા માટે મુંબઈ નહીં જવું પડે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં ટૂંક સમયમાં જ અમેરિકાનું વાણિજ્ય દુતાવાસ શરુ થવા માટેની અમેરિકા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર અમેરિકાનું દુતાવાસ અમદાવાદ શહેર ઉપરાંત બેંગલોરમાં પણ શરૂ કરવા મંજૂરી અપાઈ છે.
કૌભાંડી કરુણેશએ કોરોના કાળમાં સરકાર પાસેથી ગરીબોના નાસ્તા પાણીના નામે એક ક…
હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના અમેરિકાના પ્રવાસ પર છે. અમેરિકાના પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સાથે પણ મુલાકાત કરી અને ભેટની આપ-લે કરી. બિડેન પરિવાર વતી પીએમ મોદીને પણ ભેટ આપવામાં આવી હતી અને PM મોદીએ અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બિન્નન અને જો બિડેનને પણ ભેટ આપી હતી.
પીએમ મોદી દ્વારા ગ્રીન ડાયમંડ સહિત અનેક ભેટો પણ આપવામાં આવી છે. પીએમ મોદીએ આ લીલો હીરો જીલ બિડેનને ભેટમાં આપ્યો છે. પીએમ મોદીએ વ્હાઇટ હાઉસમાં જો બિડેનને ખાસ ભેટ આપી. પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિને ચંદનનું બનેલું બોક્સ આપ્યું છે, જેને જયપુરના કારીગરોએ બનાવ્યું છે.