300 થી વધુ ફિલ્મો કરનાર ગુજરાતી હિરોઈન અરુણા ઈરાનીનો જન્મ આ જગ્યા એ થયો હતો, જાણો એમના જીવન વિષે…

300 થી વધુ ફિલ્મો કરનાર ગુજરાતી હિરોઈન અરુણા ઈરાનીનો જન્મ આ જગ્યા એ થયો હતો, જાણો એમના જીવન વિષે…

ગુજરાતી ફિલ્મોની ટેલેન્ટેડ અભિનેત્રી અરુણા ઈરાનીનો જન્મ 3 મે 1952ના રોજ મુંબઈ શહેરમાં થયો હતો તેના પિતાની થિયેટર કંપની હતી તેમના બે ભાઈઓ ઈન્દ્ર કુમાર અને આદિ ઈરાની છે અને તેઓ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે અરુણાએ બાળ કલાકાર, હાસ્ય કલાકાર, વિલન, હિરોઈન અને પાત્ર અભિનેત્રી તરીકે કામ કર્યું હતું.

અરુણા ઈરાનીએ હિન્દી, મરાઠી અને ગુજરાતી સિનેમામાં 300 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે જેમાં મોટાભાગે સહાયક અને પાત્ર ભૂમિકાઓ છે તેણે 1961માં આવેલી ફિલ્મ ગંગા જમનાથી નવ વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું.

અરુણા ઈરાની આઠ ભાઈ-બહેનોમાં સૌથી મોટી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાવાનો તેમનો નિર્ણય કમાવાનો અને પરિવારનું ધ્યાન રાખવાનો હતો બાળપણમાં અરુણા ઈરાનીએ ડોક્ટર બનવાનું સપનું જોયું હતું.

ગુજરાતી ફિલ્મોના મહાનાયક નરેશ કનોડીયા હતા આ ગામના વતની, જાણો જીવન સંઘર્ષ અને તસ્વીર…
અરુણાએ માત્ર 9 વર્ષની ઉંમરે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેમની પ્રથમ ફિલ્મ 1961માં ગંગા જમુના હતી. આ ફિલ્મમાં તેણે અજરાનું પાત્ર ભજવ્યું હતું અને પછી તે આગળ વધી હતી.

ત્યાર બાદ તેણે જહાનઆરા ફર્ઝ ઉપકાર જેવી ફિલ્મોમાં નાની-નાની ભૂમિકાઓ ભજવી હતી ત્યારબાદ તેની જોડી કોમેડી કિંગ મેહમૂદ સાથે થઈ હતી જેની ખૂબ પ્રશંસા થઈ હતી ઓલાદ હમજોલી નયા ઝમાના જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

લગ્નની વાત કરીએ તો અરુણા ઈરાનીએ 1990માં 38 વર્ષની ઉંમરે કુકુ કોહલી સાથે લગ્ન કર્યા હતા કુકુ બોલિવૂડ ફિલ્મોમાં દિગ્દર્શક, લેખક, સંપાદક અને પટકથા લેખક છે કુકુ પહેલેથી જ પરિણીત છે અને તેને બાળકો છે અરુણા સાથે લગ્ન કર્યા પછી પણ કુકુએ તેની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા ન હતા.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *