જેમના નામથી સીટીઓ વાગતી, એ ગુજરાતી ફેમસ અભિનેત્રી કિરણ આચાર્ય છે આ ગામની, જાણો જીવન વિષે અને શું કરે છે…

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સુંદર આંખોથી લોકોને દીવાના બનાવી દેનાર અભિનેત્રી કિરણ આચાર્ય ની જીવન કહાની વિશે આજે આપણે વાત કરીશું કિરણ આચાર્ય નું મુળ વતન સોમનાથ છે પરંતુ તેઓ વડોદરા રહેતા હતા તેમના પિતા ડોક્ટર હતા નાનપણથી કિરણને ફિલ્મો જોવાનો ખૂબ જ શોખ હતો કે ઘેરથી બહાનું કાઢીને ફિલ્મો જોવા પહોંચતા હતા તેમના ઘરમાં કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલું નહોતું.
પરંતુ આ સમયે કિરણને એક સિંગર બનવાની અભિલાષા હતી એકવાર તે ચેન્નઈ ફરવા પહોંચી હતી આ દરમિયાન કિરણને એક વ્યક્તિએ પૂછ્યું કે શું તમે મોડેલ છો કે ફિલ્મ અભિનેત્રી છો આ સમયે કિરણે તેમને ના પાડી.
પરંતુ એ વ્યક્તિએ તેને કાર્ડ આપતા જણાવ્યું કે અભિનય કરવો હોય તો મારો કોન્ટેક્ટ કરજો આ સમયે કિરણ આચાર્ય એ મદુરાઈ સિલ્ક નામની એડ માં કામ કર્યું ત્યારબાદ તેમને પેપ્સી ની એડ કરી કિરણે તમીલ ફિલ્મ યુનીવરસીટી માં અભિનય કર્યો ત્યાર બાદ બોલીવુડ ફિલ્મ સાજીસ માં અભિનય કર્યો સાલ 2006 માં ગુજરાતી ફિલ્મ ભવભવ ના ભરથાર ઓફર થતાં ચંદન રાઠોડ અને ફિરોજ ઈરાની સાથે અભિનય કર્યો.
પરંતુ એ સમયે તેને કોઈ ઓળખના મળી પરંતુ સાલ 2008 માં ગુજરાતી સુપરસ્ટાર અભિનેતા વિક્રમ ઠાકોર હિતુ કનોડિયા અને નરેશ કનોડિયા જેવા સ્ટાર સાથે આવેલી ફિલ્મ પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય માં તેમને અભિનય નો ચાન્સ મળતા કિરણ આચાર્ય ખુબ જ લોકપ્રિય બની.