ધીરેન્દ્ર શાસ્ત્રી પર ઓડિશા ની ટ્રેન દુર્ઘટના ની ભવિષ્યવાણી ને લઇને ઉઠાવ્યા સવાલ પરંતુ બાબા એ આપ્યો આવો જવાબ કે…

આપ સૌ લોકો જાણો છો કે છેલ્લા ઘણા સમયથી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયા છે. તેઓ ઘણા સમયથી ગુજરાતના અલગ અલગ શહેરોમાં પોતાના દરબાર યોજી રહ્યા છે. જેમાં ગુજરાતના વડોદરા શહેરમાં યોજાયેલા દરબારમાં તેમણે હાલમાં ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માત પર પોતાનું નિવેદન આપ્યું હતું તેઓએ કહ્યું હતું કે આ ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું આ ઘટના ખરેખર ખૂબ જ દુઃખદ હતી. હું પ્રાર્થના કરીશ કે જે પણ લોકો અકસ્માતમાં ઘાયલ થયા છે.
તેઓ જલ્દીથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના આ દરબારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ વ્યક્ત કરી હતી. ત્યારબાદ અનેક લોકોએ એવો પ્રશ્ન કર્યો હતો કે ધીરેન્દ્ર શાસ્ત્રીને શું આ ઘટના વિશે પહેલેથી જ ખબર હતી તો તેને આ ઘટના ટાળવાનો પ્રયત્ન શા માટે ના કરીએ તેઓ દરેક વાતનો સંકેત પહેલેથી જ આપી દે છે તો તેને આ ખૂબ જ દુઃખમય ઘટનાનો સંદેશ શા માટે ના આપ્યો. તેનો ઉત્તર ધીરેન્દ્ર શાસ્ત્રી આપતા જણાવે છે કે આ બાબત વિશે જાણવું અને તેને ટાળવી તે અલગ વાત છે ભગવાન શ્રીકૃષ્ણ પણ નહોતા જાણતા કે મહાભારત થશે તેઓ તેને રોકી શક્યા ન હતા.
આ જવાબથી સૌ લોકો ચોકી ગયા હતા. અમારી તાકાત બતાવે છે કે હવાની ગતિ જેટલી વધારે હશે એટલું જ સિગ્નલ એટલા સમય સુધી અમે પ્રાપ્ત કરી શકીશું અમે રાષ્ટ્રહિત માટેના સદાય માટે પ્રયત્ન કરતા રહીશું કોઈ આંતકવાદી હુમલો હોય કે કોઈ ગુપ્ત મામલો હોય અમે અમારી શક્તિનો ઉપયોગ કરવાનો ચાલુ રાખીશું તેમને વધુ જણાવતા કહ્યું છે કે અમારી પાસે ઘણા વૈજ્ઞાનિકો તે ઘણા શાસ્ત્રીઓ ચોરી છુપેથી આવે છે પરંતુ હું તેમને એટલું જ કહેવા માગું છું કે જ્યાં સુધી મારા બાલાજીની અરજી ન થાય ત્યાં સુધી કોઈ અહીં આવી શકતું નથી કે ઘટનાનો સંદેશો આપી શકાતો નથી તો અમે કોઈને કેવી રીતે બતાવી શકીએ કે આ ઘટના થવાની છે.
તેની માટે બાલાજી નો સંદેશ હોવો જરૂરી છે તેણે આ દુઃખદ ઘટના પર બે મિનિટનું મૌન પણ પાડ્યું હતું. તમામ મૃતોને મોન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઓડિશાની આ ટ્રેન દુર્ઘટના ખરેખર ખૂબ જ ભયાનક હતી જેને જોઈને સૌ લોકો ચોકી ગયા હતા. આસપાસ નો માહોલ ખૂબ જ દુઃખમાં થઈ ગયો હતો કારણકે ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા તેથી અનેક પરિવારોના માળા વિખરાઈ ગયા હતા. આ ભયાનક ઘટનામાં 200થી પણ વધારે લોકો ના મોત થયા હતા. તો સેકડો લોકો આ ઘટનામાં ઘાયલ થયા હતા. સરકાર તરફથી પણ અનેક લોકોને આર્થિક મદદ મળી હતી.