વાદળ ફાટવાને કારણે સર્જાશે તબાહી: ગુજરાત ઉપર આવી પડશે આકાશી આફત- ગુજરાતમાં પુર વિષે અંબાલાલ પટેલની મોટી આગાહી

વાદળ ફાટવાને કારણે સર્જાશે તબાહી: ગુજરાત ઉપર આવી પડશે આકાશી આફત- ગુજરાતમાં પુર વિષે અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ પૂરો થયો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી.(Meteorologist Ambalal Patel forecast)

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. પરંતુ આણંદ અને ભરૂચમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તેમણે કહ્યું કે, આગામી 15 જુલાઈથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના.

આ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, દાહોદમાં હળવાથી ભારે વરસાદની શક્યતા યથાવત છે.

સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં મેઘરાજા કરી શકે છે પધરામણી
જ્યારે પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદની સંભાવના વ્યકત કરી છે.

આ વિસ્તારોમાં 11 અને 12 જુલાઈએ વરસાદની શક્યતા
તો આવતીકાલે એટલે કે મંગળવારે આણંદ, ભરૂચ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં વરસાદની સંભાવના છે. બુધવારે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

15થી 23 જુલાઈ દરમિયાન વરસાદની સંભાવનાઃ અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 15થી 23 જુલાઈ દરમિયાન વરસાદની સંભાવના છે. આ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની શક્યા છે. આગાણી 15થી 23 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે તો કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.

નદીઓમાં પૂરની આશંકા છેઃ હવામાન નિષ્ણાંત
તેમણે કહ્યું છે કે, સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસશે. તો કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે બનાસકાંઠાની નદીઓમાં પૂર આવશે. આ સાથે નર્મદા, તાપી, રૂપેણ નદીમાં પૂરની આશંકા છે.

11 અને 12 જુલાઈએ આ વિસ્તારોમાં વરસાદની સંભાવના
તો આવતીકાલે એટલે કે મંગળવારે આણંદ, ભરૂચ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં વરસાદની આગાહી છે. બુધવારે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *