બને વચ્ચે 25 વર્ષ નો તફાવત છતાં મા દીકરી લાગી રહી છે સગી બહેનો દીકરી કહે છે કે મારી મા ને મારા મિત્રો લાઈન મારે છે

આપણે ઘણીવાર જોયું હશે કે ઘણા લોકોને ઘરડું થવું ગમતું નથી તેની ઉંમર વધારે હોવા છતાં પણ નાની હોવાનું કહેતા હોય છે તે પોતાની ઉંમર લોકો સમક્ષ છુપાવતા હોય છે. તો ઘણા લોકોનો દેખાવ જ ખૂબ જ મોટી ઉંમર હોવા છતાં કુદરતી રીતે નાનો લાગતો હોય છે આપણે તેને જોઈને કહી શકતા નથી કે તેની ઉંમર આટલી વધુ હશે તેવી જ એક વાત માં દીકરી એ સાબિત કરી બતાવી છે.
માં દીકરી ની એવી જોડી છે કે ઘણા લોકો તેને જુડવા બહેનો કહી રહ્યા છે આ જોઈને સૌ લોકો નવાઈ પામી રહ્યા છે. મળતી માહિતી અનુસાર ગીતા અને મેલીસા વાય વાલા નામની માતા અને દીકરી ની જોડી વચ્ચે 25 વર્ષનો તફાવત છે. છતાં પણ આપને જાણીને નવાઈ લાગશે કે તે બંને આટલા વધુ વર્ષનો તફાવત હોવા છતાં જુડવા બહેનો લાગી રહી છે મેલીશાની માતા એટલી યુવાન લાગી રહી છે.
તે તેની દીકરીની બહેન હોય તેવું જ લાગી રહ્યું છે આ બંનેની ઉંમરનો તફાવત એક ચર્ચાનો વિષય બની ગયો છે. દીકરીની માતાની ઉંમર 45 વર્ષની છે છતાં પણ કોઈને જોઈને એવું લાગતું નથી કે તેમની ઉંમર ખરેખર 45 વર્ષની હશે દીકરીની માતા કહે છે કે બંને એક સરખા જ દેખાય છે. મારી દીકરી મલિશા માત્ર 20 વર્ષની છે અમને બંનેને જોઈને લોકો કહે છે.
આપ લોકો બહેન જ હશો અમને બંનેને લોકો બહેન જ માને છે. બંને એક સરખા હોવાને કારણે એકબીજા સાથે અનેક વસ્તુઓ કે કપડાં શેર કરે છે મા દીકરી બંને વેકેશનની મજા માણવા માટે પોર્ટુગલ ગયા હતા. જ્યાં હાજર લોકોએ પણ એકસરખા બંનેને જોઈને અચરજ પામ્યા હતા.
ઘણીવાર બંને એક સરખા જ કપડા પહેરે છે. ઉંમરની સાથે સાથે બંનેની ઊંચાઈમાં પણ કોઈ વધારે ફરક નથી. દીકરી રમૂજી સ્વભાવમાં કહે છે કે ઘણીવાર મારા મિત્રો મારી માતાને લાઈનો મારવા લાગે છે ત્યારબાદ મારે કહેવું પડે છે કે તે મારી માતા છે બંને એક સરખા દેખાવાના કારણે આવી ઘણીવાર અસમજણ ઊભી થાય છે અમે બંને માતા પુત્રીની સાથે સાથે સારા મિત્રો પણ છે.