આવો દર્દનાક સામુહિક આપઘાત ક્યારેય નહી જોયો હોય! ઘરમાંથી મળ્યા પતિ-પત્ની અને 3 બાળકો સહિત 5 ના મૃતદેહ

જૌનપુરના મડિયાહુન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક દિલધડક કિસ્સો સામે આવ્યો છે. પોલીસ સ્ટેશન વિસ્તારના જયરામપુર ગામમાં આજે વહેલી સવારે એક જ પરિવારના પાંચ લોકોના મૃતદેહ(5 members of the family died in Uttar Pradesh) મળી આવ્યા હતા. એવું જાણવામાં આવી રહ્યું છે કે, પતિએ સો પ્રથમ પત્નીને માર માર્યો અને ત્યારપછી તેની હત્યા કરી નાખી હતી, અને તે પતિએ તેના ત્રણ બાળકોની હત્યા કરી નાખી હતી.
આ પછી તે પતિએ પોતે જ પણ આપઘાત કરી લીધું હતું.. સવારે જ્યારે લોકોએ ઘરની અંદર મૃતદેહ પડેલા જોયા તો તેઓએ તરત જ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ પહોંચી અને મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે,જયરામપુર ગામના રહેવાસી નાગેશ વિશ્વકર્માએ બુધવારે સવારે પોતાની 35 વર્ષની પત્ની રાધિકાને કોઈ અન્ય વાતને લઈને ખુબ માર માર્યો હતો. અને તેને છેવટે પોતાની પત્નીની હત્યા કરી તે આરોપી પતિએ તેના 3 માસુમ બાળકોને પણ છોડ્યા ન હતા. તેની મોટી છોકરી નિકિતા, છોકરો આદર્શ અને 3 વર્ષની છોકરી આયુષીની હત્યા કર્યા પછી 37 વર્ષીય આરોપી નાગેશે છેલ્લે રૂમમાં ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો.
બેડ પર પડ્યા હતા ત્રણેય બાળકોના મૃતદેહ
બુધવારે એટલે કે તારીખ 05 જુલાઈ એ સવારે 10 વાગ્યા સુધી ઘરનો દરવાજો ન ખૂલ્યો ત્યારે પાડોશમાં રહેતા ભાઈ સોનુ વિશ્વકર્માએ ડાયલ-112 પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસની હાજરીમાં દરવાજો તોડવામાં આવ્યો હતો,ત્યારે ઘરની અંદર એક જ ખાટલા પર ત્રણેય બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. તેની બાજુમાં પલંગ પર પત્ની રાધિકાની મૃતુદેહ પણ મળી આવ્યું હતું. પત્નીના માથા પર ઈજાના નિશાન છે. કપડાની મદદથી બાળકોનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું.
SP અજય પાલ શર્માએ ઘટનાસ્થળ પર કરી તપાસ
ઘટનાની માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચેલા ACP અજય પાલ શર્માએ પણ તપાસ હાથ ધરી હતી. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘટનાની તપાસ હાથે ઘરી હતી. તમામ મૃતદેહોનો કબજો મેળવીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક જ ઘરના પાંચ લોકોની હત્યાના સમાચારથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. આખા ગામમાં શોકનો માહોલ છે. જો કે આ ઘટના પાછળનું સાચું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
અધિક પોલીસ અધિક્ષક ગ્રામીણ શૈલેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું છે કે, નાગેશ વિશ્વકર્માએ પોતાની પત્ની અને ત્રણ બાળકોની હત્યા કર્યા બાદ ફાંસી લગાવીને આપઘાત કરી લીધી. આરોપીએ આવું શા માટે કર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. ફોરેન્સિક ટીમો તપાસમાં લાગેલી છે. તમામ મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.