સ્ક્રુ-ડ્રાઇવરથી 19 વર્ષની યુવતીની આંખો ફોડી નાખી, પછી બ્લેડ વડે યુવતીનું ગળું ચીરી નાખ્યું… જો હિંમત હોય તો જ આખી ઘટના વાંચજો…

દેશભરમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. ઘણી વખત નાની નાની વાતમાં લોકો એકબીજાના જીવના દુશ્મન બની જતા હોય છે. ત્યારે આજે આપણે એક હૈયુ હચમચાવી દેનારી ઘટના વિશે વાત કરવાના છીએ. આ ઘટનામાં એક 19 વર્ષીય ટ્રેઇની નર્સને એવું દર્દનાથ મોત આપવામાં આવ્યું છે કે આખી ઘટના સાંભળી કાળજુ કંપી ઉઠશે.
જાણવા મળી રહ્યું છે કે નરાધમ આરોપી સ્ક્રુ-ડ્રાઇવર વડે સૌપ્રથમ નર્સની આંખો ફોડી નાખી હતી. ત્યારબાદ ધારદાર વસ્તુના ઘા નર્સના ગળા ઉપર કર્યા હતા. રવિવારના દિવસે નર્સનું મૃતદેહ તળાવમાં તરતી હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટના તેલંગણાના વિકરાબાદ જિલ્લાના કાલાપુર ગામની છે. મૃત્યુ પામેલી નર્સનું નામ જટ્ટુ શિરીષા હતું.
પ્રાથમિક માહિતી અનુસાર નર્સ 10 જૂનના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી હતી. ત્યારબાદ તે ફરીથી પોતાના ઘરે પહોંચી જ ન હતી. આ સમગ્ર ઘટના અંગે પોલીસે અજાણ્યો લોકો સામે ગુનો નોંધીયો હતો. જાણવા મળી રહ્યું છે કે ઘટનાના ગત રાત્રે શિરીષા તેની મોટી બહેનના પતિ અનિલ સાથે ઝઘડો થયો હતો.
આ દરમિયાન અનિલે શિરીષાને એક થપ્પડ મારી દીધી હતી. ત્યારબાદ શિરીષા સુસાઇડ કરી લેવાની વાત કહીને ઘર મૂકી દીધું હતું. પોલીસને આશંકા છે કે આ ઘટનાના થોડાક કલાકો બાદ જ શિરીષાનો જીવ લઈ લેવામાં આવ્યો હશે.હાલમાં તો પોલીસ શંકાના આધારે મૃત્યુ પામેલી યુવતીની બહેન અને પતિને પૂછપરછ કરી રહી છે.
આ ઉપરાંત બીજી તરફ મૃત્યુ પામેલી યુવતીના મોબાઇલની તપાસ ચાલુ છે. યુવતીનો જીવ કયા કારણોસર લેવામાં આવ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસ કેસમાં તપાસ કરી રહી છે અને આરોપીઓને પકડવાની કામગીરી ચાલુ જ છે.