ગાંધીનગરમાં શેરબજારના કારણે 20 લાખનું દેવું થઈ જતા, દીકરીના પિતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું…. જાણો સમગ્ર ઘટના…

ગાંધીનગરમાં શેરબજારના કારણે 20 લાખનું દેવું થઈ જતા, દીકરીના પિતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું…. જાણો સમગ્ર ઘટના…

આજકાલ સોશિયલ મીડિયા પર આપઘાતની ઘટનાઓના કિસ્સા ખુબ જ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો ગાંધીનગરમાંથી સામે આવ્યો છે, ગાંધીનગરના સેક્ટર-2/સી ગાંઠીયા રથની પાછળ શેર બજારના દેવામાં ડૂબેલા આધેડ સુસાઇડ નોટ લખીને ગળાફાંસો ખાય જીવન ટૂંકાવી લીધું છે.

વિગતવાર જાણીએ તો ગાંધીનગરના સેક્ટર-2/સી માં અસીતકુમાર નટવરપુરી ગોસ્વામી એ શેર બજારના કારણે ૨૦ લાખનું દેવું વધી જતા પોતાના ઘરે એકલતાનો લાભ લઇ ગળાફાંસો ખાઈ લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અસિત ગોસ્વામીના પરિવારમાં પત્ની અને એક દીકરી છે અને તે શેર બજારનું ટ્રેડિંગનું કામ કરતો હતો. જ્યારે તેમના પત્ની ખાનગી સ્કૂલમાં નોકરી કરે છે. એક જ સમયે અસિત શેર બજારના ધંધામાં લાખો રૂપિયા કમાયો હતો. પરંતુ એકદમ ધંધામાં ખોટ આવતા તે દેવાદાર થઈ ગયા હતા.

જેના કારણે તેમને ઘણા લોકો પાસેથી ઉછીના પૈસા લેવાની ફરજ પડી હતી, ધીમે ધીમે તેમના માથે 20 લાખ રૂપિયા નું દેવું થઈ ગયું હતું. જેના કારણે તે ટેન્શનમાં રહેતા હતા, ગઈકાલે એકલતાનો લાભ લઇ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ બનાવની જાણ થતા સેક્ટર 7 પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. વધુ તપાસ કરતાં અસિત કુમારે લખી રાખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. આ અંગે સેક્ટર સાત પીઆઇ પી.બી. ચૌહાણ એ જણાવ્યું હતું કે, શેર બજારમાં નુકસાની થતા તેને 20 લાખ જેટલું દેવું થઈ ગયું હતું.

પરિવારને સંબોધીને તેને માફી પણ માંગી છે, તેમજ પરિવારને હેરાન નહીં કરવા લેણદારોને આજીજી પણ કરી છે. ઉલ્લેખનીય છે કે અસિત પહેલાથી આપઘાત કરવાનું મન બનાવીને બેઠો હતો. કેમકે સુસાઇડ નોટમાં ચાર જુલાઈની તારીખ લખેલી છે, આ તારીખ જોતા એવું લાગે છે કે તેણે પહેલેથી જ નક્કી કરી લીધું હતું.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *