દીકરીનું ડોક્ટર બનવાનું સપનું અધૂરું રહી ગયું..! સુરતમાં પરિવારની એકની એક દીકરીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી… જાણો દીકરી પર એવું તો શું દુઃખ આવી પડ્યું હશે…

સુરતમાં બનેલી વધુ એક સુસાઈડની ઘટના સામે આવી રહે છે. સુરતના અમરોલી વિસ્તારમાં એક 17 વર્ષની વિદ્યાર્થીનીએ પોતાનું જીવન ટુંકાવી લીધું છે. મૃત્યુ પામેલી વિદ્યાર્થીની પરિવારની એકની એક દીકરી હતી. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
પરિવારના જણાવ્યા અનુસાર ધોરણ 12 માં દીકરીને ઓછા ટકા આવ્યા હતા એટલા માટે તે હતાશ થઈ ગઈ હતી. ડોક્ટર બનવાનું સપનું જોનારી દીકરીના પરીક્ષામાં ઓછા ટકા આવતા હતાશ થઈ ગઈ હતી. દીકરી MBBS બનવા માગતી હતી પરંતુ ધોરણ 12 અને NEETમાં દીકરીને ઓછા માર્ક્સ આવ્યા હતા.
જેના કારણે દીકરી ખૂબ જ હતાશ રહેવા લાગી હતી. ઘટનાના દિવસે ઘરે કોઈ ન હતું ત્યારે દીકરીએ પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું મૃત્યુ પામેલી દીકરીનું નામ કિનલ પ્રજાપતિ હતું. ઘટનાને લઈને દીકરીના પિતાએ જણાવ્યું કે, મારી પત્ની બે દીકરાઓને મૂકવા માટે શાળાએ ગઈ હતી. આ દરમિયાન મોટી દીકરી ઘરે એકલી હતી અને તેને એકલતાનો લાભ ઉઠાવીને ગળાફાંસો ખાઈ લીધો હતો.
જ્યારે મારી પત્ની ઘરે આવી ત્યારે તેને દીકરીનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું. દીકરીનું મૃતદેહ જોઈને મારી પત્નીએ બુમાબુમ કરી હતી. ત્યારબાદ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા પછી દીકરીને નીચે ઉતારીને હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે દીકરીને મૃત જાહેર કરી હતી.
આ ઘટના બનતા જ બે ભાઈઓએ એકની એક બહેન ગુમાવી છે. મૃત્યુ પામેલી દીકરીના પિતા રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઓછા ટકા આવતા દીકરીએ આ પગલું ભર્યું છે. દીકરીના મોતના સમાચાર સાંભળીને માતા પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું.