બિપોરજોય વાવઝોડુ કચ્છમાં ત્રાટક્યું… કંડલા પોર્ટ પર પવનના જોરથી 4 ક્રેનો આપો આપ ખસકી…જુઓ વિડીયો

હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી વચ્ચે આજે બપોરે અચાનક કચ્છનાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. કચ્છનાં વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તો ક્યાંય કરા સાથે પણ વરસાદ થયો હોવાનું સામે આવ્યુ હતું. પૂર્વ કચ્છનાં ગાંધીધામ, આદિપુર, કંડલા, અંજારનાં વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવનનાં કારણે વૃક્ષો, વીજપોલ ધરાશાયી થયા હતા.
ભારે પવન સાથે વરસાદ પડતા કંડલા પોર્ટ પર ક્રેનો આપોઆપ ખસકી હતી અને પવનના જોરથી ચાર ક્રેન એકબીજા સાથે ટકરાઈ હતી. જોકે કાર્ગો હેલ્લીંગ ન હોવાના લીધે મોટી નુકશાની ટળી હતી. કંડલામાં આવેલ કસ્ટમ હાઉસની ઇમારતના પતરા ઉડ્યા હતા અને ગાંધીધામના ટાગોર રોડ પર પણ વિજપોલ ધરાસાયી થયા હતા.
કંડલા બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું. બંદર ઉપર લાંગરેલા 9 જહાજોને ગલ્ફ ઓફ કચ્છમાં મોકલી દેવામાં આવ્યા.અરબી સમુદ્રમાંથી ઊઠીને કચ્છ-ગુજરાત કે પાકિસ્તાનના કરાચી બંદર પૈકી કોઇ પણ સ્થળે ત્રાટકી શકે તેવી સંભાવના ધરાવતાં બિપોરજોય વાવાઝોડાંને લઇને કચ્છમાં વહીવટી તંત્ર તથા દીનદયાળ મહાબંદર પ્રાધીકરણ સતર્ક થઇ ગયું છે. કાંઠા વિસ્તારોમાં માછીમારી સહિતની પ્રવૃત્તિ અટકાવી દઇને જહાજો, બોટોને સલામત સ્થળે મોકલી દેવાયાં છે. જરૂર જણાયે સેંકડો લોકોને સ્થળાંતર માટે તૈયાર રહેવા નોટિસ પણ અપાઇ છે.
બિપોરજોય વાવઝોડુ કચ્છમાં ત્રાટક્યું… કંડલા પોર્ટ પર પવનના જોરથી 4 ક્રેનો આપો આપ ખસકી…જુઓ વિડીયો pic.twitter.com/80xZ0Ahtc3
— Pre News Time (@PreNewsTime) June 15, 2023
દીનદયાળ પોર્ટના જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું કે, પોર્ટ અને રાજ્ય સરકારના સંકલન સાથે નિચાણવાળા વિસ્તારોના લોકોને સુરક્ષિત જગ્યા ઉપર લઇ જવા ડીપીએની બસોને અનામત રાખવામાં આવી છે. આવા લોકોને રાજ્ય સરકારે નક્કી કરેલા શેલ્ટર હોમમાં લઇ જવામાં આવશે તેવું પી.આર.ઓ.એ ઉમેર્યું હતું.