મહિલાઓ માટે ખૂબ જ લાભદાયક છે ખજૂરનું સેવન, જાણો એનાથી થતા કેટલાક ચમત્કારિક ફાયદા વિશે

મહિલાઓ માટે ખૂબ જ લાભદાયક છે ખજૂરનું સેવન, જાણો એનાથી થતા કેટલાક ચમત્કારિક ફાયદા વિશે

આપ સૌને ખબર જ હશે કે, ખજૂર એ એક સુપરફૂડ છે કે, જેને ખાવાથી કેટ-કેટલાય ચમત્કારિક ફાયદા થતા હોય છે ત્યારે આપને જણાવી દઈએ કે, મહિલાઓ માટે ખજૂરનું સેવન એક ચોક્કસ સમયે કરવું ખૂબ જ ફાયદાકારક રહેતું હોય છે. ખજૂરમાં હેલ્ધી ફેટ્સ, સોડિયમ, ડાયેટરી ફાઈબર, નેચરલ શુગર, પ્રોટીન, વિટામિન, આયર્ન તેમજ પોટેશિયમ રહેલા હોય છે. આવો જાણીએ કે, કયા સમયે મહિલાઓ માટે ખજૂર ખૂબ ફાયદાકારક ગણાય છે.

સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે ખજૂર:
ગર્ભાવસ્થામાં લેબર પેઇન ખૂબ જ ગંભીર સાબીત થતી હોય છે. જયારે નિષ્ણાતોના જણાવ્યા મુજબ ખજૂરનું સેવન લેબર પેઈનને ઓછું કરવામાં મદદરૂપ થઈ શકે છે. હેલ્થલાઇનનો રિપોર્ટ કહે છે કે, ખજૂરનું સેવન રક્ત પરિભ્રમણને વધારવામાં મદદ કરે છે.

જેને લીધે સર્વિક્સમાં લવહીલ પણું તેમજ ફેલાવ પણ આવે છે તથા પ્રસવ પીડા વખતે ખુબ ઓછો દુખાવો સહન કરવો પડતો હોય છે. આ માહિતી સંશોધન કર્યા પછી સામે આવી છે કે, જેમાં ગર્ભાવસ્થા વખતે જે કોઈપણ મહિલાઓએ દરરોજ 6 ખજૂરનું સેવન કર્યું હતું, તેમણે પ્રસૂતિના દુખાવામાં ઘટાડો જણાયો હતો.

ખજૂર ખાવાથી થતા ફાયદા:
આપને જણાવી દઈએ કે, ખજૂરનું સેવન કરવાથી નીચે મુજબના ફાયદાઓ મેળવી શકાય છે.

ખજૂરનું સેવન કરવાથી ચેપ વિરોધી ક્ષમતાનો વિકાસ થાય છે. કારણ કે, તેમાં મોટી માત્રામાં એન્ટીઓકિસડન્ટ રહેલું હોય છે કે, જે શરીરના કોષોને રોગોથી રક્ષણ આપે છે. આની સાથે જ ખજૂરનું સેવન મગજ માટે ખુબ ફાયદાકારક હોવાનું માનવામાં આવે છે. કારણ કે, તેમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે.

જે મગજના કોષોનું ઈન્ફ્લેશનમાં ઘટાડો કરીને તેમની ક્ષમતા વિકસાવે છે. સાથોસાથ ખજૂરમાં હાજર કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ વગેરે જેવા પોષક તત્વો હાડકાંને મજબૂત બનાવવામાં મદદરૂપ થતા હોય છે. ખાસ નોંધ લેવી કે, પ્રેગ્નન્સી વખતે ખજૂર તેમજ અન્ય કોઈ વસ્તુનું સેવન કર્યા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *