જાહેરમાં જન્મદિવસની ઉજવણી પડી ભારે, કેક કાપવા જતા યુવકનુ મોઢુ સળગી ઉઠ્યુ- જુઓ વિડીયો

જાહેરમાં જન્મદિવસની ઉજવણી પડી ભારે, કેક કાપવા જતા યુવકનુ મોઢુ સળગી ઉઠ્યુ- જુઓ વિડીયો

મહારાષ્ટ્રમાં એક ભયાનક ઘટના સામે આવી છે. જન્મદિવસની પાર્ટીમાં કેક કાપતી વખતે સ્પ્રે અને ફાયર ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના કારણે બર્થ ડે(Birthday boy face burnt) બોય ખરાબ રીતે દાજી ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે,બર્થ ડે બોય રિતિકના વાળ,કાન અને નાક બળી ગયા છે.પરંતુ તે ખતરાની બહાર છે.

મળતી માહિતી અનુસાર,રિતિક તેના મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો. તેના બધા મિત્રો ઉત્સાહમાં હતા અને કેક કાપતી વખતે કેટલાકે તો સ્પ્રે ઉડાડયા હતા.અને કેટલાકે તો ફાયર ગનનો પણ ઉપયોગ કરી રહ્યા હતા. કેક કાપતા ની સાથે જ મિત્રોએ રીતીક પર ભારે માત્રામાં સ્પ્રે કર્યો હતો અને તે જ સમયે ફાયર ગનમાંથી એક સપાર્ક તેના પર પડ્યો જેના કારણે આંખ ફાટી નીકળી હતી અને રીતિકનો ચહેરો અને વાળ બંને મળી ગયા હતા. સ્થળ પર હાજર મિત્રોએ આ ગોલવી અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા. હાલ તેની હાલત ખતરાની બહાર હોવાનું જણાવ્યું છે.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બર્થ ડે પાર્ટી દરમિયાન રિતિકના મિત્રો પાસે ફાયરગન અને એ પણ હતા. કેક કાપવાની સાથે જ બધા મિત્રોએ સ્પ્રે કરી દીધો. જે બાદ અચાનક ફાયરિંગ બંદૂકના કારણે આગ ફાટી નીકળી હતી. કાબુ મેળવ્યા બાદ તરત જ તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ ભયાને ઘટના બાદ દરેક લોકો ડરી ગયા છે અને એક નાની ભૂલ મોટી દુર્ઘટનામાં પણ ફેરવાઈ શકાય છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *