શાહરૂખ ખાન થઈ જવાનો બેરોજગાર? બોલીવુડને મળ્યો અસ્સલ બીજો SRK

વિશ્વભરમાં ઘણી પ્રખ્યાત હસ્તીઓના લુકલાઈક જોવા મળે છે. ગોવિંદા (Govinda) અને દીપિકા (Deepika)પછી શાહરૂખ ખાન (Shah Rukh Khan)નો વધુ એક હમશકલ જોવા મળ્યો છે, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ લુલુકલાઈકને જોયા બાદ ફેન્સને 90ના દાયકાના શાહરૂખ ખાનની યાદ આવી ગઈ છે.
પોતાને છોટા શાહરૂખ કહેતા આ વ્યક્તિનું નામ સૂરજ કુમાર છે. સૂરજ અવારનવાર પોતાના સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતો રહે છે. હાલમાં જ સૂરજે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે 90ના દાયકાના કિંગ ખાન જેવો દેખાઈ રહ્યો છે. એ જ હેરસ્ટાઈલ, એ જ કપડાં, જેને જોઈને કોઈ પણ છેતરાઈ શકે અને સૂરજ કુમારને કિંગ ખાન સમજી બેસે.
સોશિયલ મીડિયા પર ઘણા લોકો વિશ્વાસ નથી કરી શકતા કે આ કિંગ ખાનની કોપી છે. સૂરજ કુમારના વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘મને લાગ્યું કે આ શાહરૂખ ખાનનો પહેલાનો વીડિયો છે. પછી મને ખબર પડી કે તે srk ના હમશકલ છે.
અન્ય એક યુઝરે લખ્યું, ‘આ 90ના દાયકાનો શાહરૂખ ખાન છે. તમે તેના જેવા જ દેખાશો.’ ત્યારે ત્રીજા યુઝરે લખ્યું કે, શાહરૂખ ખાન જ્યારે ફિલ્મોમાં આવ્યો ત્યારે તે આવોજ દેખાતો હતો.
હવે વાત શાહરુખ ખાનની…
હવે વાત કરીએ શાહરૂખ ખાનની તો તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન હાલમાં જ ફિલ્મ ‘પઠાણ’માં જોવા મળ્યો હતો. પઠાણને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. તે જ સમયે, કિંગ ખાનની આગામી ફિલ્મોમાં એટલીના ‘જવાન’ છે જે ફિલ્મ આ વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થશે. જવાન હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થશે.